ગાંધીનગર: સગી જનેતાએ પોતાનું ધાવણ લજ્વ્યું -પોલીસથી બચવા માટે બે માસુમ પુત્રીઓને ઉતારી દીધી મોતને ઘાટ

કોરોના જેવી વૈશ્વિક મહામારીને કારણે ઘણાં લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેને કારણે હજારો લોકો બેરોજગાર રહેવાને કારણે કેટલાક લોકોએ આપઘાત કરવાનો નિર્ણય લઈને પોતાનું અમુલ્ય જીવન ટૂંકાવી લીધું છે. આની સાથે જ રાજ્યમાં ઘરકંકાસની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવું એ એક સામાન્ય વાત છે પણ આ કંકાસમાં ઘણીવાર લોકો માનસિક રીતે ભાંગી પડતાં પતિ અથવા પત્ની આપઘાત પણ કરી લેતાં હોય છે તેવી કેટલીક ઘટનાઓ સામે આવી ચુકી છે પરંતુ ઘર કંકાસમાં બાળકોની હત્યા કરી નાંખવી તે એક ચોંકાવનાર બાબત છે.

આવી જ એક ઘટના ગાંધીનગર જિલ્લામાં આવેલ દહેગામમાં બની છે કે, જેમા 2 માસુમ બાળકીઓ શિકાર બની છે. ગાંધીનગરમાં આવેલ દહેગામમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી રહી છે કે, જ્યાં સગી માતાએ જ 2 દીકરીઓને કેનાલમાં ફેંકી દઈને બંન્ને દીકરીઓના અપહરણનું ષડ્યંત્ર રચ્યું હતું.

જો કે, પોલીસ દ્વારા પણ આકરી પૂછપરછ કરતા માતા ભાંગી પડી હોવાંથી ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ખુલાસો સાંભળતાની સાથે જ પોલીસ પણ દંગ રહી ગઇ હતી. ગાંધીનગર જિલ્લામાં આવેલ દહેગામના આત્રોલી ગામમાંથી આ ઘટના સામે આવી રહી છે.

પતિ-પત્નીના ઘર કંકાસથી કંટાળી ગયેલ માતાએ જ કડદરા નજીક આવેલ કેનાલમાં પોતાની 2 માસુમ પુત્રીઓને ફેંકી દઈને બંન્ને પુત્રીઓનું અપહરણ થયાનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસ દ્વારા આ મામલે માતાનું તરકટ પકડી પાડીને આકરી પૂછપરછ કરતા માતા મનથી ભાંગી પડતાં બંન્ને બાળકીઓને કડદરા નજીકની કેનાલમાં ફેંકી દીધી હોવાની કેફિયત કરી હતી. જેથી એક માસુમનો મૃતદેહ મળી આવતા અન્ય એક બાળકીની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *