સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા અને કાંસકીવાડ ખાતે ક્લિનિક ધરાવતા ડેન્ટીસ્ટ ડો. અઝીમ પતરાવાળાનું તેમની જ ક્લિનિકમાં શંકાસ્પદ નોત નિપજ્યું હતું. તેમના ગળાના ભાગે સર્જીકલ બ્લેડનો ઊંડો ઘા હતો. હત્યાની આશંકા નકારી શકાય નહીં પરંતુ પોલીસનું કહેવું છે કે ડોક્ટર ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતા હોવાને લઈને આત્મહત્યા કરી છે.
ઘટના સ્થળ અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નાનપુરા ગાંધીસ્મૃતિ ભવન પાસે રહેતા ડો.અઝીમ એ.પતરાવાલા( 50 વર્ષ) ડેન્ટીસ્ટ છે. ભાગળ ચાર રસ્તા નજીક કાંસકીવાડ ખાતે મેન રોડ પર તેમનું ક્લીનીક આવેલું છે. તેમની પત્ની સારાહ પણ ડેન્ટીસ્ટ છે. રોજ સાંજે 6 વાગ્યાના સુમારે તેઓ ઘરે જતા રહે છે પરંતુ મંગળવારે તેઓ સાંજે ઘરે આવ્યા ન હતા. તેમના બંને ફોન પર પરિવારે ફોન કર્યો પરંતુ તેમને ફોન લાગ્યો ન હતો.
જયારે રાત્રે 10 વાગે તેમની દીકરી ક્લિનિક પર આવી ત્યારે ડો.અઝીમ લોહિલુહાણ હાલતમાં નીચે પડેલા જોયા. તેમના ગળાના ભાગે સર્જીકલ બ્લેડથી ઉંડો ઘા હતો. પહેલી નજરે હત્યા થઈ હોવાનું માલુમ પડી રહ્યું છે. પરંતુ લાલગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.બી.ભરવાડે જણાવ્યું હતું કે ક્લિનિક બરાબર ચાલતું ન હોવાથી ડોક્ટર ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતા.તેથી તેમને આત્મહત્યા કરી હોય એવી પણ શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle