સુભાષચંદ્ર બોઝને તો કોણ ન ઓળખતું હોય! દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવામાં એમનો અગત્યનો ફળો રહેલો છે. આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતી છે. સરકાર હવે તેમની જન્મ જયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે.
આની સાથે જ પ્રધાનમંત્રીના વડપણ હેઠળની એક સમિતિની રચના કરવામાં આવી છે કે, જે નેતાજીની 125મી જયંતી પ્રસંગે સંપૂર્ણ વર્ષ દરમિયાન યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. નેતાજીનું નિધન થયું એને 75 વર્ષ પસાર થઈ ચુક્યા છે પરંતુ આજ સુધી તેમના મૃત્યુને લઈ રહસ્ય અકબંધ રહેલું છે.
તેમના મૃત્યુની પાછળ રહેલ હકીકત જાણવા માટે 3 સમિતિની રચના કરવામાં આવી છે. બે સમિતિએ તેમના મૃત્યુ પાછળ વિમાન દુર્ઘટના હોવાનું જણાવ્યુ છે. ત્રીજા અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે, કોઈ વિમાન દુર્ઘટના સર્જાઈ જ ન હતી તો પછી તેમનો મૃત્યુ થયું તે કેવી રીતે માની શકાય.
આની ઉપરાંત તેમનું નિધન થયા બાદ દેશના અનેકવિધ ભાગોમાં નેતાજી જોવા મળ્યા હોય તેવા દાવા કરવામાં આવતા રહ્યા છે. આ વાત 18 ઓગસ્ટ, વર્ષ 1945ની છે. જાપાન બીજા વિશ્વયુદ્ધમાં હારી ચુક્યુ હતું. અંગ્રેજો નેતાજીની પાછળ પડ્યા હતા. આ પરિસ્થિતિને જોતા રશિયાની મદદ મેળવવાનું નક્કી કર્યું હતું.
18 ઓગસ્ટ વર્ષ 1945ના રોજ તેમણે મંચૂરિયા બાજુ ઉડાન ભરી હતી. ત્યારપછી તેઓ ફરી કોઈને જોવા મળ્યા નથી. 5 દિવસ પછી ટોકીયો રેડિયો પર જાણ કરવામાં આવી હતી કે, નેતાજી જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે તાઈહોકુ વિમાન મથક નજીક ક્રેશ થઈ ગયુ છે.
આ દુર્ઘટનામાં નેતાજી ખુબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આની સાથે જ આપને જણાવી દઈએ કે, તાઈહોકૂ સૈનિક હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. આ વિમાનમાં મુસાફરી કરી રહેલ અન્ય લોકોના પણ મૃત્યુ થયા હતાં. આજે પણ તેમની અસ્થિઓ ટોકીયોમાં આવેલ રૈંકોજી મંદિરમાં રાખવામાં આવી છે.
બીજી તરફ સ્વતંત્ર ભારતની સરકાર દ્વારા ત્રીજી વાર આ ઘટનાના તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં. પ્રથમ બે વાર પ્લેન ક્રેશની ઘટનાને કારણરૂપ માનવામાં આવ્યુ હતું. વર્ષ 1999માં ત્રીજી સમિતિ મનોજ કુમાર મુખર્જીના નામ પર બનાવવામાં આવી હતી.
નેતાજીના નિધન પછી દેશના અનેકવિધ વિસ્તારોમાં તેમને જોવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફૈજાબાદમાં ગુમનામી બાબતથી લઈ છત્તીસગઢમાં તેમને જોવા મળ્યા હોવાના સમાચાર મળ્યા હતાં. છત્તીસગઢમાં આ ઘટના રાજ્ય સરકાર પાસે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle