કોરોનાના કહેર વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે. પરિવાર જનોનો આરોપ લગાવ્યો છે કે, સુરત સિવિલ કોવિડ હોસ્પિટલના ડોકટરની બેદરકારી થી મહિલા નું મોત થયું છે.
પરિવાર જનોના જણાવ્યા અનુસાર, હજુ તો અડધો કલાક પહેલા જ દર્દીએ વિડિઓ કોલ પર વાત કરી હતી. વિડિઓ કોલમાં વાત કરતા મહિલાએ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. તો માત્ર અડધો કલાકમાં જ ડોકટરોએ એવું તો શું કર્યું કે, અમારો કેસ ખલાસ થઈ ગયો.
અત્રે ઉલેખનીય છે કે, આવું પહેલી વખત નથી બન્યું અવ-નવાર સિવિલ હોસ્પીટલની બેદરકારીઓ સામે આવતી રહે છે. પરિવારનો આરોપ છે કે, ડોકટરો દ્વારા બરાબર રીતે સારવાર કરવામાં આવી રહી નથી. ડોકટરો ઉપર કડકાઈ પૂર્વક પરિવાજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
આવી જ એક ઘટના ગઈકાલના રોજ રાજકોટમાંથી સામે આવી છે. જીવતા વૃદ્ધાનું ડેથ સર્ટિફિકેટ પરિવારને આપી અને ડેડબોડી બીજાની આપી. જોકે પરિવારને ફોટો બતાવતા જ પરિવારે આ વૃદ્ધા આમારા નથી અને ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરિવારે સમયસુચકતા વાપરી ન હોત તો બીજાના અંતિમસંસ્કાર થઇ જાત.
જીવતા વૃદ્ધાનું ડેથ સર્ટિફિકેટ
માજીના ભત્રીજા વાલાભાઇએ જણાવ્યું હતું કે, અમે ડેડબોડી સ્વીકાર્યા વગર નીકળી ગયા હતા. અમારા માજી જીવે છે અને વીડિયો કોલમાં વાત પણ કરી અમે. માજીએ કહ્યું કે બેટા મને લઇ જા મને કંઇ છે નહીં. અમારા માજીનો કોરોના રિપોર્ટ કરાવ્યો તે પણ નેગેટિવ આવ્યો છે. અમને મૃત્યુનો ફોન આવતા જ અમે સગા-વ્હાલાને જાણ કરી દીધી હતી અને સ્મશાનમાં અંતિમવિધિની તૈયારી કરી દીધી હતી. ઘરે રોકકળ પણ થઇ હતી. મારૂ એટલું જ કહેવું છે આ અંગે તંત્રએ ધ્યાન દોરવું જોઇએ. જેથી ભવિષ્યમાં આવું બીજા સાથે ન થાય. હોસ્પિટલના સ્ટાફને તેની ભૂલની સજા મળવી જોઇએ. આવડી મોટી ભૂલ ન થવી જોઇએ.
રાજકોટ સિવિલ હોસ્પીટલમાંથી મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ગયા છતાં બીજા દિવસે વહેલી સવારે 4 વાગ્યે પરિવારજનને ફોન આવ્યો કે, ડેડબોડી લઇ જો. 24 કલાક થયા બાદ હોસ્પિટલમાંથી ફરી એક વખત અંતિમવિધિ માટે ફોન આવતાં તંત્ર સામે સવાલ ઊઠી રહ્યા છે. શું તંત્ર પાસે મૃતદેહ લઇ જવાયાનો કોઇ રેકોર્ડ નથી ? શું મૃતદેહની સંખ્યા સરકારી ચોપડે બતાવતા હોવા કરતાં વધુ હોવાથી સ્ટાફ પર કામનું ભારણ વધી જવાથી આમ થાય છે ?
મૃતક ચંદ્રકાંત કૃષ્ણલાલ પંડ્યા
હોસ્પિટલ સ્ટાફ : ચંદ્રકાંત કૃષ્ણલાલ પંડ્યાના સગા બોલો છો ?
પરિવારજન : હા.
હોસ્પિટલ સ્ટાફ: અંતિમવિધિ માટે તમારો નંબર આવી ગયો છે તો તમે આવી શકશો અત્યારે ?
પરિવારજન : ચંદ્રકાંતભાઇની અંતિમવિધિ તો કાલે થઈ ગઈ.
હોસ્પિટલ સ્ટાફ : કાલે થઈ ગઈ છે એમ?
પરિવારજન : જી, કેમ આવી રીતે પૂછો છો ?
હોસ્પિટલ સ્ટાફ : 1 જ મિનિટ હો મોટા ભાઈ.
પરિવાર જન : જી.
હોસ્પિટલ સ્ટાફ બાજુમાં બેસેલી વ્યક્તિને કહે છે જો તો આમાં રેકોર્ડ.
હોસ્પિટલ સ્ટાફ : તમે અંતિમવિધિ માટે જઇ ચૂક્યા છો ?
હોસ્પિટલ સ્ટાફ બાજુમાં બેસેલી વ્યક્તિને કહે છે આમાં જો ને નામ.
બાજુમાં બેસેલી વ્યક્તિ : નામ તો બોલો.
હોસ્પિટલ સ્ટાફ : કન્ફર્મ છે ને મોટા ભાઈ?
પરિવારજન : જી.?
હોસ્પિટલ સ્ટાફ : તમે અંતિમવિધિ કરી ચૂક્યા છો ?
પરિવારજન : ચોક્કસ.
હોસ્પિટલ સ્ટાફ : સોરી હો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.