સુરત (Surat) શહેરમાં વધુ એક બેદરકારીભર્યા અકસ્માત (Accident) ની ઘટના સામે આવી છે. કચરાની ગાડીએ માસુમ બાળકને કચડી નાખ્યું હતું અને ઘટના સ્થળે જ બાળકનું દર્દનાક મોત થયું હતું. સુરત શહેરના સચીન જીઆઇડીસી (Sachin GIDC) વિસ્તારના મગદુમ નગર ખાતે ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઇવરની બેદરકારીના કારણે અઢી વર્ષના બાળકનો દર્દનાક મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ઘરના આંગણામાં રમી રહેલા અઢી વર્ષના બાળકને કચરા વાળાએ અડફેટે લીધો હતો. બાળક ગાડીના આગળના ટાયર નીચે કચડાતા, ઘટનાસ્થળે જ મોતને ભેટ્યું હતું.
કચરા વાળાની બેદરકારીએ લીધો માસુમનો જીવ- અઢી વર્ષના બાળકને કચડી દર્દનાક મોત આપ્યું#Surat #SMC #newsupdate #trishulnews pic.twitter.com/BUCdCUhhQt
— Trishul News (@TrishulNews) February 14, 2022
ઘટના સર્જાતા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા, બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલાં જ બાળકનું મૃત્યુ થયું હતું. સ્થાનિકોએ જણાવતાં કહ્યું હતું કે, કચરાની ગાડી નો ડાઈવર દારૂનું સેવન કરીને આવ્યો હતો. અને નશામાં અઢી વર્ષના બાળક ઉપર ગાડી ચડાવી દીધી હતી.
ઘટનાની જાણ થતાં જ સચીન જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.