ST ડ્રાઇવરની બેદરકારીએ લીધો માસુમનો જીવ- 108 વાળાએ લઈ જવાની ના પાડતા બસ નીચે જ તડપી તડપીને મોત

સુરત(SURAT): આજકાલ અવારનવાર માર્ગ અકસ્માતના કિસ્સાઓ(Accident) બની રહ્યા છે ત્યારે ફરી એકવાર આવો જ એક માર્ગ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આ…

સુરત(SURAT): આજકાલ અવારનવાર માર્ગ અકસ્માતના કિસ્સાઓ(Accident) બની રહ્યા છે ત્યારે ફરી એકવાર આવો જ એક માર્ગ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આ કિસ્સો બારડોલીમાં સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, રેલ્વે બસ સ્ટેન્ડ પર બસના ચાલકની ભૂલના કારણે મુસાફરનો પગ ટાયર નીચે આવી જતા કચડાઇ ગયો હતો.

ઘટના સ્થળે હાજર લોકોએ ઇજાગ્રસ્તને સારવાર માટે 108 બોલાવી હતી. પરંતુ 180ના કર્મચારીએ કહ્યું ,’ દર્દી એકલો હોય, અને તેની પાસે પૈસા પણ ન હોવાથી હોસ્પિટલવાળા પહેલા પૈસા માંગે’ તેમ કહીને દર્દીને લઈ જવાની ના પાડી દીધી હતી. ઇજાગ્રસ્ત મુસાફર દર્દથી સ્થળ પર અડધો કલાક તડપતો રહ્યો. અને 45 મિનીટ બાદ પોલીસ ઘટના સ્થળે આવ્યા બાદ સરદાર હોસ્પિટલમાં(Sardar Hospital) સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તે દરમ્યાન રસ્તામાં જ આધેડ મુસાફરનું મોત થયું હતું.

ઘટના અંગે મળતી વિગતો અનુસાર, શુક્રવારે વહેલી સવારે બારડોલીના વરાળ ગામે રહેતા જગુભાઈ હળપતિ કામ અર્થે બારડોલી આવ્યા હતા. કામકાજ પૂર્ણ થયા બાદ બપોરના સુમારે રેલવે બસ સ્ટેશન પર ઘરે જવા ઉભા હતા. આ દરમ્યાન માંડવી જતી ST બસમાં અન્ય મુસાફરો સાથે ચઢી રહ્યા હતા. ત્યારે ડ્રાઇવરે અચાનક બસ ચાલુ કરી દેતાં જગુભાઈ હળપતિના પગ પરથી બસનું ટાયર ફરી વળ્યું અને પગ કચડાય ગયો હતો.

જગુભાઈને તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કરીને બોલવવામાં આવી હતી. પરંતુ 108ના કર્મચારી દર્દીને લઈ જવાની ના પાડી હતી. કારણ પૂછતા તેમણે જણાવ્યુ કે દર્દીના કોઈ સબંધી સાથે નથી અને દર્દી પાસે પૈસા પણ નથી. જેથી સરદાર હોસ્પિટલના સંચાલકો આવા દર્દીને લાવવાની ના પાડે છે. આવુ નિવેદન સાંભળી લોકો અચરજ પામી ગયા હતા.

45 મિનીટ બાદ ઘટના સ્થળે પોલીસ આવી અને દર્દીએ સારવાર અર્થે સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ જગુભાઈ હળપતિને વધુ સારવારની જરૂર હોવાથી સુરત ખસેડવા જણાવ્યું હતું.108 વધુ સારવાર માટે સુરત લઈ જતી વખતે રસ્તામાં જ જગૂભાઈ હળપતિનું મોત નીપજયું હતું. સમગ્ર ઘટનામાં એસટી વિભાગના ડ્રાઇવરની ગંભીર બેદરકારીના લીધે એક મુસાફરે જીવ ખોવાનો વારો આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *