વેવાઈ-વેવાણ બાદ અહિયાં સગાઇ કરવા આવેલો ભાણીયો તેની જ માસીને ભગાડી ગયો અને…

હાલ એક એવી ઘટના બની છે જે જાણીને તમે પણ ચોકી જશો. જેમાં જેન્તીભાઇ નરશીભાઇ સોલંકી નામના વ્યક્તિ હેર કટીંગ સલુન ચલાવે છે. 18 વર્ષ…

હાલ એક એવી ઘટના બની છે જે જાણીને તમે પણ ચોકી જશો. જેમાં જેન્તીભાઇ નરશીભાઇ સોલંકી નામના વ્યક્તિ હેર કટીંગ સલુન ચલાવે છે. 18 વર્ષ પહેલાં તેના લગ્ન ડેડાણની રીટા નામની યુવતી સાથે થયા છે. હાલ જેન્તીભાઇની ઉંમર 40 વર્ષ અને રીટાની વય 38 વર્ષ છે. બંનેને સંતાનમાં બે પુત્રો કાર્તિક અને અમિત છે. જેન્તીભાઇ સાદગીભર્યું જીવન જીવવાવાળા માણસ હતાં જ્યારે રીટા ફેશનેબલ. છેલ્લા આઠેક મહિનાથી રીટાની પિત્રાઇ બહેન લીલીબેન નારણભાઇ ભેડાના પુત્ર ઘનશ્યામની સગાઇ કરવાની હતી તેથી તે ડોળાસા જેન્તીભાઇને ઘેર આવતા હતા.

આ દરમિયાન ઘનશ્યામ અને રીટાની આંખો મળી જતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેન્તીભાઇ દુકાને જાય એટલે મોટા પુત્ર કાર્તિકની હાજરીમાંજ રીટા અને ઘનશ્યામ પ્રણયફાગ ખેલતા. બંનેએ સાથે સંસાર માંડવાની યોજના ઘડી. આ દરમિયાન ઘનશ્યામે તેની માતા લીલીબેન, પિતા નારણભાઇ અને નાનાભાઇ અશોક સાથે મળી કાવતરું ઘડ્યું હતું.

જે મુજબ તારીખ 20 ફેબ્રુ.ના રોજ જેન્તીભાઇ દુકાને ગયા. અને ખોડિયાર જયંતિ હોવાથી રીટાએ બંને પુત્રોને ખોડિયાર મંદિરે પ્રસાદ લેવા મોકલી આપ્યા. રીટા ઘરમાં એકલી હોવાથી ઘરમાં પડેલા 10 હજાર રૂપિયા અને સોનાની બુટ્ટી લઇ કોઇને કાંઇ પણ કહ્યા વિના ડોળાસાથી ઊના જતી બસમાં બેસી ગઇ. અને ઊના પહોંચી ત્યાંથી ઘનશ્યામ સાથે ભાગી ગઇ.

આ દરમીયાન કાર્તિકે માતા અને તેના પ્રેમીના લફરાંની ઘરમાં વાત કરી હતી તેથી રીટા દ્વારા પુત્રને ફોન કરી પતાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેન્તીભાઇએ કોડીનાર પોલીસમાં ફરિયાદ અરજી આપી છે. જેના આધારે કોડીનાર પોલીસ જમાદાર પ્રકાશભાઇ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. માસીને ભગાડનાર ઘનશ્યામના લગ્ન જાફરાબાદ તાલુકાના નિંગાળા ગામે થયા હતા. પણ તેની પત્ની બીજા સાથે નાસી જતાં તે બીજા લગ્ન માટે ડોળાસાના આંટાફેરા કરતો થયો હતો. આ સમગ્ર ઘટના કોડીનારના ડોળાસામાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *