હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ પહેલાની સ્પીડે વધી રહ્યા છે. ત્યારે હાલમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યું શરુ છે. જે રાત્રિ કરફ્યૂની મુદ્દત 15 માર્ચના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. તે સમયે હવે સૌની નજર સરકારના નિર્ણય પર મંડરાયેલી છે. સૌ કોઈ એ જાણવા આતુર છે કે, સરકાર શું નિર્ણય લેશે? વધતા જતા કોરોનાના કેસને સરકાર મુદ્દત વધારવાનો નિર્ણય લઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કેસ વધવા લાગ્યા હતા. તે રીતે ચૂંટણી બાદ કોરોનાના કેસ વધવા લાગ્યા છે
હાલમાં ગુજરાત રાજ્યમાં એકતરફ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વાળી બીજીતરફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા લોકોની ભીડ એકઠી થઈ રહી છે.મેચ વખતે હજારોની ભીડ એકઠી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ કોરોનાનું એપી સેન્ટર બની શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસની સ્થિતિ વકરી રહી છે. 24 કલાકમાં કોરોનાના કેસોનો આંકડો ડરાવી રહ્યો છે. અમદાવાદ અને સૂરતમાં તો કોરોના વધારે બેકાબુ બની રહ્યો છે. તો સૌરાષ્ટ્રમાં પણ સંક્રમણનો આંક સતત ઉચકાઈ રહ્યો છે. કોરોનાનું રસીકરણ ચાલી રહ્યું હોવા છતાંય ઉભી થયેલી આ સ્થિતિએ તંત્રની ચિંતા વધારી છે.
રાજ્યના ચાર મહાનગરો અમદાવાર, સૂરત, વડોદરા અને રાજકોટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નાઈટ કરફ્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ ચારેય શહેરોમાં હાલ રાત્રે 12 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લદાયેલો છે. આ રાત્રી કરફ્યુની સમયમર્યાદા આવતી કાલે 15મી માર્ચે પુરી થવા જઈ રહી છે. તો હવે કોરોનાની વકરી રહેલી સ્થિતિ વચ્ચે શું રાત્રી કરફ્યુની સમયમર્યાદા લંબાવવામાં આવશે કે લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થશે તેને લઈને લોકોમાં ચિંતા પેઠી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 810 નવા કેસ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 28 ડિસેમ્બર બાદ ફરી 810 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 810 નવા કેસ નોંધાયા છે. આમ કોરોના મામલે ગુજરાત 76 દિવસ પાછું ધકેલાયું છે. જેને પગલે રાજ્ય દિવાળી સમયની સ્થિતિ તરફ ધકેલાય રહ્યું છે.આ 24 કલાક દરમિયાન 586 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે અમદાવાદ અને ખેડામાં 1-1 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,424 થયો છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ ઘટીને 96.82 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 22 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારને પાર થયો છે અને હાલ 4422 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં 24 કલાકમાં 57, 194 લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 57, 194 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 60 વર્ષથી વધુ વયના લોકો અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર રોગ ધરાવતા 42,849 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 19 લાખ 77 હજાર 802 લોકોને પ્રથમ ડોઝ અને 5 લાખ 635 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો 1 માર્ચથી પ્રારંભ થયો છે. ત્યારે 60 વર્ષથી વધુ વયના લોકો અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓનું રસીકરણ હાથ ધરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
અત્રે ઉલેખનીય છે કે, માર્ચ 2021 માં 18મી તારીખે ગુજરાતનો સૌ પ્રથમ કોરોના કેસ રાજકોટ અને સુરતમાં આવ્યા બાદ માર્ચ માસમાં ફરી કોરોના વકરે નહી તે મુદે મુખ્યમંત્રી સહીત ટોચના અધિકારીઓ સતત ચિંતીત થયા છે. તાજેતરમાં જ રાજયના ચાર મહાનગરના જીલ્લા કલેકટરો અને કમિશ્ર્નરો સાથે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોરોના કેસ અટકાવવા માટે ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle