માંડ-માંડ શાંત પડેલા કોરોનાના આ નવા વેરિઅન્ટથી ડોકટરો પણ મુકાયા ટેન્શનમાં- WHOની આ ચેતવણીથી વિશ્વ આખું હચમચ્યું

Covid-19 BA.2.86 Variant News: દુનિયાભરમાં જે કોરોના મહામારી દરમિયાન થયેલા નુકસાનને કારણે થયેલા ઘા હજુ રૂઝાયા નથી કે કોવિડના અન્ય એક પ્રકારે આરોગ્ય ટીમેની ઊંઘ હરામ કરી દીધી છે. અને બીજી તરફ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના એક અધિકારીએ માહિતી આપી છે કે,BA.2.86 નામનો અત્યંત મ્યુટન્ટ કોવિડ-19(Covid-19 BA.2.86 Variant News) પ્રકાર મળી આવ્યો છે, જે પહેલા કરતા પણ વધારે ખતરનાક છે.

એક અહેવાલ અનુસાર BA.2.86 નામનો COVID-19 પ્રકાર ઇઝરાયેલ, ડેનમાર્ક, US અને UK સિવાય સ્વિટ્ઝર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળી રહ્યો છે. જોકે આના કારણે બીમાર પડેલા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. આ પહેલા પણ કોરોનાના ઘણા નવા વેરિયન્ટ્સ વચ્ચે આવીને લોકોને ઘણા પરેશાન કર્યા છે.

ડેનમાર્કમાં પહેલો કેસ જોવા મળ્યો
મીડિયા રિપોર્ટ્સ મુજબ BA.2.86 નામનો કોવિડ-19 વેરિઅન્ટ સૌપ્રથમ ડેનમાર્કમાં 24 જુલાઈના રોજ મળી આવ્યો હતો. જ્યારે એક દર્દી ગંભીર રીતે બીમાર થઈ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં પણ આવ્યો હતો. આ વેરિઅન્ટ મળ્યા પછી એરપોર્ટ પર મુસાફરોની નિયમિત તપાસ પણ ચાલુ કરવામાં આવી હતી, જેમાં BA.2.86 વેરિઅન્ટ મળી આવ્યો હતો. આ સિવાય કોવિડ-19ના નવા વેરિઅન્ટ પણ વોટર ટેસ્ટિંગમાં વધારે જોવા મળ્યા હતા.

વૈજ્ઞાનિકોએ કર્યું નિરીક્ષણ
વિશ્વના ઘણા બધા વૈજ્ઞાનિકો કહે છે કે, BA.2.86 પર દેખરેખ રાખવી જરૂરી હતી, પરંતુ રસીકરણ અને પ્રી-ઇન્ફેક્શનથી વિશ્વભરમાં તૈયાર કરાયેલા રક્ષણને ધ્યાનમાં લેતા, તેનાથી ગંભીર બીમારી અને મૃત્યુની શક્યતા નહિવત જોવા મળી રહી છે. કોવિડ-19 ટેકનિકલ ચીફ મારિયા વાન કેરખોવે WHOના COVID-19 ટેકનિકલ ચીફ મારિયા વાન કેરખોવે BA.2.86 સંબંધિત તેમની પ્રથમ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ચેપ લાગવાની સંખ્યા ઓછી છે. તેમણે કહ્યું કે, શોધાયેલ કેસો જોડાયેલા નથી, તે દર્શાવે છે કે તે પહેલાથી જ વધુ વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *