કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે લગ્નમાં ઓછમાં ઓછા 50 મહેમાનોને જ મંજૂરી આપી છે. તેમ છતાં ઘણા લોકો સરકારના આદેશનું પાલન કરતા નથી. આવા ઘણા કેસો સામે પણ આવ્યા છે. આવા સમયમાં વડોદરાના યુવક યુવતીએ કોરોના મહામારીને ધ્યનમાં રાખીને રજીસ્ટર્ડ મેરેજ કર્યા હતા અને મહેમાનોને બોલવાને બદલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં વરાજાએ પોતે પણ બ્લડ ડોનેટ કર્યું હતું અને તેના દ્વારા બીજાને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કરવામાં આવ્યું હતું.
બ્લડ ડોનેશન કેમ્પમાં 50 લોકોએ કર્યું રક્તદાન
કોરોના આજે વિશ્વમાં એટલો ફેલાઈ ગયો છે કે ધામ ધૂમથી ઉજવાતા લગભગ બધા જ કાર્યો આજે બંધ થઇ ગયા છે. સાથે-સાથે જ લગ્નમાં પણ ઓછામાં ઓછા 50 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરના વિજયનગર વિસ્તારમાં રહેતા જયેશભાઇ નવીનચંદ મિસ્ત્રીના લગ્ન કરીના સાથે નક્કી થયા હતા. પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તેઓએ સાદી રીતે રજીસ્ટર્ડ મેરેજ કર્યા. આ લગ્નમાં કોઈ પણ સગા સબંધી કે મહેમાનોને આમંત્રણ પણ આપ્યું ન હતું. તેઓએ વિજયનગર ખાતે આવેલા મહાકાળી માતાના મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આશરે 2 કલાકના રક્તદાન કેમ્પમાં 50થી વધારે લોકોએ રક્તદાન કર્યું હતું અને સમાજને આ અનોખી પહેલથી નવી પ્રેરણા આપી હતી.
આવો વિચાર ક્યારે અને કેવી રીતે આવ્યો?
સમગ્ર દેશભરમાં એક મે થી 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સીન મુકવાની શરુવાત થવા જઈ રહી છે. અને વેક્સીન લીધા બાદ બ્લડ ડોનેટ કરી શકાય નહીં, તેના કારણે વેક્સીન લીધા પહેલા યુવાનો બ્લડ ડોનેટ કરી શકે તે હેતુથી લગ્ન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોએ ઉત્સાહથી ભાગ લીધો અને બ્લડ ડોનેટ કર્યું હતું.
લગ્નના પહેલાજ દિવસે સમાજ સેવાનું કામ કરી સમાજને નવી રાહ ચીંધી
કોરોનાથી ફેલાતા સંક્રમણને અટકાવા માટે જયેશ મિસ્ત્રીએ ધૂમ ધામથી લગ્ન કરવાની જગ્યાએ રજીસ્ટર્ડ મેરેજ કરવાનો નિર્ણય કર્યો હતો અને લગ્નના દિવસે જ સામાજિક સેવાનું કામ કરવામાં આવ્યું હતું. વરરાજા જયેશ મિસ્ત્રએ જણાવ્યું કે, સરકારની ગાઇડલાઇનનું પાલન કરીને અમે આજે લગ્ન કર્યા છે અને લગ્ન જીવનના પહેલા જ દિવસે અમે આજે સામાજિક સેવાનું કામ કર્યું છે. સાથે-સાથે એ પણ જણાવ્યું કે, આજે સમાજ નાજુક પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યો છે. દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવું જોઈએ. જેનાથી આપણે સંક્રમણ ફેલાતું અટકાવી શકીયે અને દેશને કોરોનાથી મુક્ત કરી શકીએ.
સમાજને પ્રેરણા આપવા રક્તદાન કેમ્પનું આયોજન
કન્યા કરીના મિસ્ત્રી જણાવે છે કે, અમે સમાજને પ્રેરણા આપવા માંગીયે છીએ. જેના માટે અમે આજે સાદી રીતે રજીસ્ટર્ડ મેરેજ કર્યા અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. વડોદરા શહેરના પ્રમુખ વિજય શાહે દંપતીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, આજે હનુમાન જ્યંતી હોવાથી જે રીતે હનુમાનજી સંજીવની જડીબુટ્ટી લાવ્યા હતા, તે જ રીતે તંત્ર સંજીવની રથ દ્વારા કોરોના સામે લડી રહ્યો છે અને આપણે સૌ ભેગા મળી ને કોરોનાનો નાશ કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.