કાબુલ એરપોર્ટ પર વધુ એક આતંકી હુમલાની આશંકા છે. અમેરિકી દૂતાવાસે તમામ અમેરિકી નાગરિકોને તાત્કાલિક વિસ્તાર છોડવા વિનંતી કરી છે. દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સંભવિત ખતરાને કારણે, કાબુલના હમીદ કરઝાઇ એરપોર્ટ, એરપોર્ટ સર્કલ ગેટ, ગૃહ મંત્રાલય અને પાંજશીર પેટ્રોલ સ્ટેશન નજીકના ગેટની નજીકના તમામ અમેરિકી નાગરિકોએ તાત્કાલિક હટી જવું જોઈએ.”
દૂતાવાસે આ વિસ્તારમાં હાજર લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આમાં, લોકોને ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ પર દરેક સમયે સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. લોકોને કર્ફ્યુ નિયમો સહિત સ્થાનિક અધિકારીઓના નિર્દેશોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. સંરક્ષણ અધિકારીઓએ પોલિટિકોને જણાવ્યું હતું કે ‘આત્મઘાતી હુમલા’ની ધમકી બાદ ચેતવણી જારી કરવામાં આવી હતી.
અગાઉ, યુએસ પ્રમુખ જો બાયડન શનિવારે કહ્યું હતું કે, આગામી 24 થી 36 કલાકની અંદર એરપોર્ટ પર બીજો આતંકવાદી હુમલો થશે. બીજી બાજુ, હુમલાના ભય વચ્ચે અમેરિકાએ એરપોર્ટના દરવાજા નજીકથી પોતાના સૈનિકોને પાછા ખેંચી લીધા છે. હવે આ દરવાજાઓની સુરક્ષાની જવાબદારી તાલિબાનના હાથમાં આપવામાં આવી છે. બિડેને કહ્યું કે કાબુલમાં હુમલા માટે જવાબદાર લોકો સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કાબુલમાં અન્ય એક આતંકવાદી હુમલા અંગે ચેતવણી આપતા કહ્યું કે, “ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે અને આતંકવાદી હુમલાનું જોખમ ઘણું વધારે છે.” મારા કમાન્ડરોએ મને કહ્યું છે કે આગામી 24 થી 36 કલાકમાં બીજો આતંકવાદી હુમલો થઈ શકે છે. તેમણે કહ્યું કે, ‘મેં મારી રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક કરી છે. જેમાં અફઘાનિસ્તાનમાં ISIS-K પર હવાઈ હુમલા અંગે ચર્ચા થઈ હતી. મેં તેમને કહ્યું છે કે અમે કાબુલમાં અમારા સૈનિકો અને નિર્દોષોના જીવ લેનારા આતંકવાદી સંગઠન સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.