ગુજરાત: રાજ્ય (State) માં આવેલ 8 જેટલા મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જેને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાત્રી કર્ફયુની મુદત 1 મહિના સુધી વધારી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), સુરત (Surat), રાજકોટ (Rajkot), ગાંધીનગર (Gandhinagar), જૂનાગઢ (Junagadh), ભાવનગર (Bhavnagar) સામેલ છે.
રાત્રીનાં 12 વાગ્યાથી લઈને સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે પરિપત્ર પણ બહાર પાડી દેવાયો છે. હાલની પરિસ્થિતિની સમીક્ષા કરીને સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. રાજ્યના 8 મહાનગરોમાં તારીખ 10-10-2021ના રાત્રિના 12 કલાકથી તારીખ 10-11-2021ના સવારના 6 કલાક સુધી રાત્રિ કર્ફયુની અવધી લંબાવી દેવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાના 20થી વધારે કેસનો ક્રમ સતત ત્રીજા દિવસે યથાવત્ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 20 નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ ત્રીજા દિવસે કોરોનાથી મૃત્યુ નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી 4-ગ્રામ્યમાંથી 3 સાથે સૌથી વધુ 7, નવસારીમાંથી 4, અમદાવાદ-વલસાડમાંથી 3, ખેડામાંથી 2, વડોદરામાંથી 1 નવો કેસ નોંધાયો છે.
આની સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 8,26,080 છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ એક મૃત્યુ વલસાડમાં થયું હતું. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે 10,085 પહોંચી ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 22 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 8,15,816 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે તેમજ સાજા થવાનો દર 98.76% રહેલો છે. રાજ્યમાં હાલમાં કુલ 179 એક્ટિવ કેસ છે તેમજ 4 દર્દી વેન્ટિલેટર પર રહેલા છે. સુરત 56, અમદાવાદ 39, વલસાડ 37, વડોદરા 18 સાથે સૌથી વધારે એક્ટિવ કેસ ધરાવતો જિલ્લા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.