રાજકોટ(ગુજરાત): હાલમાં રાજકોટમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાવનગર રોડ પર મહિકાની વાડીમાં બકરાના ચારા માટે પાંદડા કાપતી વખતે પગ લપસતા વૃધ્ધનું કુવામાં પડી જતા મોત નિપજ્યું હોવાનો બનાવ બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, મહિકા ગામમાં રહેતા 75 વર્ષીય ગોવિંદભાઇ મોહનભાઇ ભટ્ટી ગઇકાલે ગામ પાસે આવેલી વાડીએ હતા બાદ ગોવિંદભાઇ બકરાના ચારા માટે વાડીના કુવાની પાળી પર ચડી પાંદડા કાપતા હતા ત્યારે અચાનક તેનો પગ લપસતા કુવામાં પડી ગયા હતા. ત્યારબાદ જયારે પુત્ર વાડીએ આવ્યો ત્યારે પિતા કયાંય જોવા ન મળતા તપાસ દરમિયાન કુવામાંથી લાશ મળી આવી હતી.
ત્યારબાદ તેણે ફાયર બ્રિગેડમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી વૃધ્ધના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક ગોવિંદભાઇને અગાઉ પણ તેના પુત્રએ કુવા પર ચડી પાંદડા કાપવાની ના પાડી હતી. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ વી.બી.સુખાનંદી તથા રાઇટર કીરીટભાઇ રામાવત દ્વારા સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવામાં આવી હતી. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
જે રીતે મહિકાની વાડીમાં બકરાના ચારા માટે પાંદડા કાપતી વખતે પગ લપસતા વૃધ્ધનું કુવામાં પડી જતા મોત નિપજ્યું હોવાનો બનાવ બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ગોવિંદભાઇ મોહનભાઇ ભટ્ટી ગઇકાલે ગામ નજીક આવેલી વાડીએ હતા. ત્યારબાદ ગોવિંદભાઇ બકરાના ચારા માટે વાડીના કુવાની પાળી પર ચડી પાંદડા કાપતા હતા ત્યારે અચાનક તેનો પગ લપસતા તે કુવામાં પડી ગયા હતા.
જોકે, મૃતક ગોવિંદભાઇને અગાઉ પણ તેના પુત્રએ કુવા પર ચડી પાંદડા કાપવાની ના પાડી હતી. ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકના એએસઆઇ વી.બી.સુખાનંદી તથા રાઇટર કીરીટભાઇ રામાવત દ્વારા સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનામાં બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.