તહેવાર પહેલા જ સુરતમાં ધોળા દિવસે વૃદ્ધને રીક્ષામાં બેસાડી સોનાના ઘરેણાંની લૂંટ -જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડો

Published on Trishul News at 12:14 PM, Mon, 16 October 2023

Last modified on October 16th, 2023 at 12:27 PM

Gang arrested for stealing gold ornaments in Surat: સુરતમાંથી ચોરી, લુંટ અને અસામાજિક તત્વોનો આતંક જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. બેફામ બનેલા લુટારુઓને જાણે ખાખીનો ડર જ ના રહ્યો હોય તેમ સતત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે હાલમાં ઉધના વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.

સુરતમાં વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી સોનાના ઘરેણાં ચોરતી ટોળકીને ઉધના પોલીસે ઝડપી પાડી છે. પોલીસે બે મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલ લોકો પાસેથી પોલીસે રીક્ષા સહિત ઘરેણાં મળી કુલ 2 લાખ 44 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે પોલીસ તપાસમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા 3 ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા.

સુરતમાં ઉધના પોલીસના સ્ટાફને માહિતી મળી હતી કે, રસ્તા પર જતી વૃદ્ધ મહિલાઓને એકલતાનો લાભ લઇ “તુમ રિક્ષામે બેઠ જાઓ યહાં પર ચોર હૈ તુમ્હે આગે ઉતાર દેતે હૈ…” તેવું જણાવી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી બાદમાં તેઓના સોનાના ઘરેણાં બેગમાં રાખવાનું જણાવી જે ઘરેણાં તેમજ રૂપિયાની ચોરી કરતી ટોળકી એક રિક્ષામાં સોનાના ઘરેણાં વેચવા માટે ઉધના ત્રણ રસ્તા તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે અસ્પાક ઉર્ફે ગોલ્ડન અબ્બાસ શેખ (ઉ.33), કરન રામદાસ બાગુલ (ઉ.22) અને નરગીશ ઇકબાલ વજીર શેખ (ઉ.27) ની ધરપકડ કરી હતી, પોલીસે આરોપીઓ પાસેથી એક સોનાનું મંગળસૂત્ર, સોનાનું લોકેટ, સોનાની કાનની કરનકુલ, તથા એક સોનાની ચેઇન મળી કુલ 1.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીની પુચ્પ્ર્ચ દરમ્યાન ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા 3 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા તેમજ ઝડપાયેલા આરોપી અસ્પાક ઉર્ફે ગોલ્ડન અબ્બાસ શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે અગાઉ 6 ગુના નોંધાયેલાં હોવાનું ઉધના પોલીસે જણાવ્યું હતું, હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ બાબતે સુરત ડીસીપી ઝોન 2 નાં ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, જે સાગરીતો હતો તે રીક્ષામાં બેસી રહેતા હતા. કોઈ એવી જગ્યા હોય કે જ્યાંથી વૃદ્ધ મહિલા પસાર થતી હોય તો તે વૃદ્ધ મહિલા પાસે જઈ તેઓ મહિલાઓને એવું કહેતા કે આ એરિયા ચોર અને છેંતરપીંડી વાળા લોકોનો છે. આ એરિયામાંથી સુરક્ષિત બચવું હોય તો તમે અમારી રીક્ષામાં બેસી જાઓ. તેમ કહી રીક્ષામાં બેસાડી દેતા હતા. અને કહેતા કે આ એરિયા સુરક્ષિત નથી તો તમે તમારા ઘરેણાં રૂમાલમાં મુકી દો તેમ કહી મુકાવી દેતા હતા. તેમજ તેઓની સાથે જે અન્ય સાગરીતો હતો. તે પણ આ જ રીતે પોત પોતાનાં ઘરેણાં ઉતારી દેતા હતા. જે બાદ તેઓ રૂમાલને બદલી દઈ સાચા ઘરેણાં લઈ લેતા હતા. અને નકલી ઘરેણાં વૃદ્ધને આપી દેતા હતા. આ રીતે તેઓ વૃદ્ધ મહિલાઓને જ ટાર્ગેટ કરતા હતા.

Be the first to comment on "તહેવાર પહેલા જ સુરતમાં ધોળા દિવસે વૃદ્ધને રીક્ષામાં બેસાડી સોનાના ઘરેણાંની લૂંટ -જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડો"

Leave a comment

Your email address will not be published.


*