વહેલી સવારે બેકાબુ બનેલી કારે મેદાનમાં કસરત કરી રહેલા વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ તોડ્યો દમ

અમદાવાદ(Ahmedabad): હાલ શહેરમાંથી અકસ્માત (Accident)ની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં બોપલ ઘુમા રોડ પર વહેલી સવારે એક કારચાલક મુખ્ય રોડ પરથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં ઘુસી આવી આવ્યો હતો અને ત્યાં કસરત(Exercise) કરી રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા.

જેમાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ થયું હતું. જ્યારે કાર ઝાડીમાં જઈને ફસાઈ ગઈ હતી. આ સાથે જ ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ જોયું તો કારમાં દારૂની બોટલો, ગ્લાસ અને પડીકા પણ હતા. હાલ આ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, વહેલી સવારે છ વાગ્યા આસપાસ બોપલ ઘુમા રોડ પરના આવેલા લાલ ગેબી આશ્રમ પાસે એક ગાડી અચાનક મુખ્ય રોડથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં ધસી આવી હતી. આ દરમિયાન ત્યાં કાળુભાઇ રાખોલીયા નામના વૃદ્ધ મેદાનમાં કસરત કરી રહ્યા હતા. ત્યારે તેમના આ બેકાબુ બનેલી કાર ફરી વળી હતી. કાર ફરી વળતા જ કાળુભાઈનું મૃત્યુ થયું હતું.

ઘટનાને પગલે ઈજાગ્રસ્ત થયેલા કાળુભાઇને તેમની સાથે આરએસએસની શાખામાં આવનાર લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ ન બચી શક્યા નહોતા. ત્યારે આ ઘટનાની જાણ લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. તેમજ લોકોનો આરોપ છે કે, કારચાલક અને તેની સાથેના લોકો ગાડી મુકી ફરાર થઇ ગયા હતા. કેમકે, અંદર દારૂની બોટલો અને પડીકા તથા ગ્લાસ પણ હતા.

ત્યારે ઘટના સ્થળે પહોચેલી બોપલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો હતો. સાથે જ હાલ આરોપીની શોધખોળ શરૂ કરી છે. આરોપી કાર માલિક જ છે કે અન્ય કોઈ વ્યક્તિ કાર ચલાવતું હતું, તેને લઈને પણ આસપાસના સીસીટીવી તપાસવાનું કામ પોલીસે શરૂ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *