હાલમાં સમાજને કલંકિત કરતો કિસ્સો સાણંદ તાલુકામાં જોવા મળ્યો છે. સાણંદના વાસણા ગામના યુવકને તેના જ મોટા ભાઈ અને તેના મિત્રએ શહેર નજીક આવેલ ભાગ્યોદય હોટેલ પાછળની ઉમા એસ્ટેટના ખુલ્લા પ્લૉટમાં રાત્રે નાના ભાઈને માથાના અને મોઢાના ભાગે પથ્થરો મારી હત્યા કરી હતી. જેને લઈને સાણંદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બનાવને લઈને સમગ્ર તાલુકામાં હોબાળો મચી ગયો છે.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ સાણંદ તાલુકાના વાસણા ગામનો વિજયભાઈ પ્રવીણભાઈ પરમાર તેના સગા મોટા ભાઈ સંજયભાઈ પ્રવીણભાઈ પરમાર અને તેના મિત્ર સંજુભાઈ બાબુભાઈ રાય સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. શુક્રવારે રાત્રે 8 વાગ્યા આજુબાજુ સંજયભાઈ પરમાર અને તેનો મિત્ર સંજુ રાય સાણંદ પાસે આવેલી ભાગ્યોદય હોટલ પાછળ ઉમા એસ્ટેટમાં આવેલા ખુલ્લા પ્લોટમાં જઈ રહ્યા હતા.
આ દરમિયાન સામેથી વિજય પરમાર મળ્યો અને અપશબ્દો બોલી ઝઘડો કરવાનો શરુ કર્યો અને મોટાભાઈ સંજયભાઈ પરમાર તેમજ તેના મિત્ર સંજુભાઈ રાય દ્વારા પ્લોટમાં વિજયભાઈ પ્રવીણભાઈ પરમારને મોઢા અને માથાના ભાગે પથ્થરો મારી હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ રાત્રીના 11 વાગ્યા આસપાસ મૃતક યુવકના પરિવારજનોને થતા બનાવ અંગે પોલીસને જાણ કરતા સાણંદ પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.બી ગોહિલ અને તેઓની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. અને વિજયભાઈની લાશને પીએમ માટે સાણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
બીજી તરફ મૃતક યુવકના પિતા પ્રવીણભાઈ નટુભાઈ પરમારે સાણંદ પોલીસમાં પોતાના મોટા દીકરા અને તેના મિત્ર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી અને પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. મૃતક વિજયભાઈ છૂટક મજુરી કામ કરતા હતા. જ્યારે તેઓના મોટા ભાઈ અને મિત્ર ઉમા એસ્ટેટમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. આમ મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરતા પરીવારજનો ઉપર દુઃખનું આભ ફાટી પડ્યું છે. સાણંદમાં 9 દિવસમાં હત્યાનો આવો બીજો બનાવ બન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle