Kamanath Mahadev Mandir: સમગ્ર ગુજરાતમાં અનેક પૌરાણિક શિવાલય આવેલા છે. દરેકનું મહાત્મય અલગ છે. તેવું જ એક અતિપૌરાણિક શિવાલય આવેલું છે ખેડા જિલ્લાના રઢુ ગામમાં. આ ઉપરાંત આ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં મહાદેવ ત્રણ સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે. તેમજ પહેલા અહીંયા શિવજીના દર્શન કર્યા વિના અન્નપાણી નહિ લેવાના, રઢુ ગામના જેસીંગભાઈના રોજીંદા નિયમમાં વરસાદનુ પૂર બાધારુપ બન્યુ અને સતત આઠ દિવસ અન્નપાણી ના લીધુ, તો ભગવાન શિવજીએ(Kamanath Mahadev Mandir) ભક્તના સ્વપ્નમાં આવી પોતાના ગામ લઈ જવા કહ્યુ અને નિર્માણ થયુ કામનાથ મહાદેવના મંદિરનુ.
સપનામાં આવીને કહ્યું હતું…
પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર 1445માં બન્યું હોવાની લોકવાયકા છે. આજથી 575 વર્ષ પહેલા આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. તેઓ મહાદેવજીના ભકત જેસંગભાઇ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ જેસંગભાઇને સ્વપ્ન આવ્યું હતું. જેમાં મહાદેવજીએ કહ્યું હતું કે, પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને મને લઇ આવ.
1445માં દીવાની સ્થાપના કરીને નાની ડેરી બનાવી હતી
આથી બીજી સવારે સ્વપ્નની વાત જેસંગભાઇએ ગ્રામજનોને કરતા સૌ શ્રદ્વાપૂર્વક રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામે પહોંચ્યા હતા અને ત્યાંથી દીવો પ્રગટાવીને સાથે લીધો હતો. કહેવાયછે તે સમયે વરસાદ અને ભારે પવન હતોછતાંયે દીવો અખંડ રહ્યો. સંવત 1445માં દીવાની સ્થાપના કરીને નાની ડેરી બનાવી હતી. ત્રણ પટેલોએ 900 ચાંદીના સિક્કા ખર્ચ કરી 15 ચાંદીના સિક્કા બારોટને આપી તેમના ચોપડે નોંધાવી મોટા મંદિરનુ નિર્માણ કરાવી મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરી અખંડ જ્યોતને મંદિરમાં રાખવામાં આવી,
જે હાલમાં એ જ સ્થિતિમાં અખંડ છે. આજ સુધી દીવા માટે ઘી વેચાતું લાવવું પડતું નથી. રોજ આઠથી દસ કિલો ઘીનો વપરાશ થાય છે, પરંતુ ભાવિક ભક્તોની ભાવના અને બાધા-માનતાઓથી ઘી નો ભંડાર ભરાવાનો પ્રવાહ ચાલુ રહે છે. વર્ષોથી કામનાથ મહાદેવ મંદિર શિવભક્તો માટે આસ્થાનુ અનેરુ કેન્દ્ર બની રહ્યુ છે. ગામ સહિત આસપાસના પંથકના ભાવિકજનો મહાદેવજીના દર્શને આવે છે. આટલાવર્ષો પછી પણ ભક્તજનોમાં આ સ્થાનકનું મહત્વ અને શ્રધ્ધા જળવાઈ રહ્યા છે.
શ્રાવણ વદ બારસના દિવસે શ્રી કામનાથ દાદાનો મોટો મેળો ભરાય છે
અહી વરસોવરસ ઘીના વધારાને સંઘરવા જગ્યા ઓછી પડે છે. જેના કારણે સંવત 2056ના શ્રાવણ માસથી દર વર્ષે મહિના દરમિયાન હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞ સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલે છે. જેમાં ઘીનો હોમ કરવામાં આવે છે. દિવસભર મોટી સંખ્યામાં ભાવિકજનો યજ્ઞના દર્શનાર્થ આવે છે. ઉપરાંત શ્રાવણ વદ બારસના દિવસે શ્રી કામનાથ દાદાનો મોટો મેળો ભરાય છે.
અખંડ જ્યોત છેલ્લા 623 વર્ષથી પ્રજવલિત
શિવ ભકિત અને શકિતનું ઉદાહરણ પૂરું પાડતી અખંડ જ્યોત છેલ્લા 623 વર્ષથી પ્રજવલિત છે. શિવજીની અખંડ જ્યોતને પ્રજવલિત રાખવા માટે ગ્રામજનો તેમજ શિવ ભક્તોએ યથાશક્તિ ફાળો આપ્યો છે.મોટી સંખ્યામાં ગ્રામજનો કામનાથમહાદેવ જેમને લાડમાં દાદા કહે છે તેમની રથયાત્રા કરે છે. આખા ગામમાં ભક્તિ અને ભાવથી યાત્રા નીકળે છે. પ્રભુ દર્શનની સાથે ભાતીગળ લોકમેળાનો આનંદ મણે છે. મંદિરમાં ટ્રસ્ટ નીમાયું છે જેના કારણે વહીવટ સુવ્યવસ્થિત ચાલે છે. આજ ટ્રસ્ટની આગેવાની હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથીઅન્નક્ષેત્ર ચાલે છે જ્યાં અહી દર્શનાર્થે આવતા ભક્તોને જમવાની વ્યવસ્થા પૂરી પડાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App