આણંદ(ગુજરાત): 27 મેના રોજ બોરસદ તાલુકાના દાવોલ ગામે રહેતા ચંદ્રકાંત નટુભાઈ ગોહેલ બાઈક લઈ ઘરે પરત આવતા હતાં ત્યારે ઊમરાયા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ચંદ્રકાંતભાઈને પગ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને સારવાર માટે કરમસદ શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમના પગ અને માથામાં ઓપરેશન કરાવવું પડશે તેમ કહેતા પરિવાર ચિંતામાં મુકાઇ ગયું હતું. આ અંગે આરોગ્ય મંત્રીને ફોન કરતાં તરત સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને તરત મા અમૃતમ કાર્ડ કાઢી સારવાર શરૂ કરવામાં આવી હતી.
ચંદ્રકાંતભાઈએ પિતા પણ ગુમાવ્યા છે અને જયારે માતા ખેત મજુરી કરે છે. ચંદ્રકાંત પોતે ખાનગી કંપનીના ઓછા પગારમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. ત્યારે ઓપરેશન માટે અઢી લાખથી 4 લાખ જેટલી મોટી રકમ ક્યાંથી લાવવી? પોતાના દિકરાની સ્થિતિ માટે પોતાની શ્રમિક માતા પણ લાચાર હતી.
પરિવારજનોએ આ વિકટ પરિસ્થિતિમાં મીરલ પંડયાનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પી.એ. ઋતુરાજ ભટ્ટ દ્રારા ગરીબ યુવાનની સ્થિતિ બધી જ વિગતોથી વાકેફ કર્યા અને ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા મા અમૃતમકાર્ડ તરત કઢાવી અને ઓપરેશન કરાવી યુવાનને નવજીવન મળે તેવા પ્રયાસ માટે જિલ્લા આરોગ્ય વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે તેને કાર્ડ મળી ગયું અને ઓપરેશન પણ થઈ ગયું હતું. મા અમૃતમય કાર્ડ યુદ્ધના ધોરણે કાઢી આપ્યુ હતું. અંતે ચંદ્રકાંતભાઈને નવુ જીવન આપ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.