આજનો દિવસ સુરત માટે ખુબ દુ:ખદાયક સાબિત થયો છે. સુરતમાં આવેલ કિમ ચાર રસ્તા પાસે પાલોદ ગામની સીમમાં કિમ-માંડવી હાઈવે પર ખુબ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાળમુખા ડમ્પરે અકસ્માત સર્જીને કુલ 15 લોકોનો ભોગ લઈ લીધો છે કે, જેમાં કુલ 5 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
જ્યારે થોડે દૂર સૂતેલા શ્રમિકોનો આબાદ રીતે બચાવ થયો છે. આ બચી ગયેલ લોકોએ દર્દનાક અકસ્માતથી દર્દભરી જુબાની વર્ણવી છે. અકસ્માતમાં બચી ગયેલા રાજુ મહીડા જણાવે છે કે, કંઇ સમજાય એની પહેલાં જ ડમ્પરે આવીને કચ્ચરઘાણ બોલાવી દીધો હતો. હું 25 ફૂટ દૂર સૂતો હતો એટલે બચી ગયો હતો.
દિવસે મજૂરી કામ કરીને રાત્રે ફૂટપાથ પર સૂઈ જતા :
અકસ્માતમાં બચી જનાર રાજુ દેવકા નામનો યુવક જણાવે છે કે, વતન રાજસ્થાનમાં મજૂરી ખુબ ઓછી હોવાને લીધે માતા-પિતાને વતનમાં મૂકીને 2 ભાઈ પત્નીની સાથે કિમ પાસે છેલ્લાં 4 વર્ષથી મજૂરીકામ કરી રહ્યાં છે. દિવસે મજૂરી કામ કરીને રાત્રે ફૂટપાથ પર સૂઈ જતા હતા. દરરોજના કુલ 300 રૂપિયાની મજૂરી મળતી હતી. પરિવારજનો કડિયાકામ તોડફોડ સહિત કેટલાંક કામો કરતા હતા. આની સાથે જ રાત્રે જીવના જોખમે ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેતા હતા.
કંઈ સમજે એની પહેલાં ડમ્પર માથે ફરી વળ્યો :
રાજુ જણાવે છે કે, તે પોતાની પત્નીની સાથે ભાઈ-ભાભીથી કુલ 25 ફૂટ દૂર સૂતો હતો. રાત્રે કંઇ સમજાય એની પહેલાં જ ટ્રક આવીને કચ્ચરઘાણ નીકળી ગયો હતો. લોકો સૂતા હતા તેના પર ચડી ગઈ હતી તેમજ ત્યારપછી દુકાનો ઉપર ફરી વળી હતી. જેમાં ભાઈ-ભાભીને પણ ગંભીર ઈજા પહોંચી છે.
9:30 વાગે સૂઈ ગયા હતા :
રાજુ જણાવે છે કે, કે દરરોજ સવારમાં 8 વાગ્યે કામ પર નીકળી જતા હતાં, ટિફિન લઈને જાય તેમજ સાંજે 6 વાગ્યા સુધીમાં પરત ફરતા હતા. ગત રાત્રે 9.30 વાગ્યે સૂઈ ગયા હતા. જો કે, રાત્રે કાળમુખી ટ્રક સાથી મજૂરી કરતા કામદારોને જીવ લઈ લેશે એવું સપનામાં પણ વિચાર્યું ન હતું.
બચી ગયેલા યુવકનાં ભાઈ-ભાભી ઈજાગ્રસ્ત થયાં
રાજુ દેવકા મહીડા મૂળ રાજસ્થાનમાં આવેલ બાસવાડાના દેવકા ગામનો વતની છે. પોતાનાં ભાઈ તથા ભાભીથી કુલ 25 ફૂટ દૂર સૂતો હતો. રાજુના ભાઈ કમલેશ તથા ભાભી પિંકાને માથાના ભાગે ગંભીર રીતે ઇજા પહોંચી છે. રાજુ મહીડાના પરિવારને વતનમાં કુલ 10 વીઘા જમીન આવેલી છે કે જેમાં કપાસ, મગફળી, ઘઉં સહિત કેટલાંક પાકનું વાવેતર કરવામાં આવે છે. માતા-પિતા ખેતીવાડી કરી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle