સવારે હોંશે હોંશે સ્કુલે ગયેલા લાડકવાયા દીકરાનો ઘરે આવ્યો મૃતદેહ, માતા-પિતાના હૈયાફાટ રુદનથી ધ્રુજી ઉઠી ધરા

એક માતા પિતાની હાલત કેવી થઇ હશે જયારે તેની સામે જ તેના લાડકવાયા દીકરાની લાશ પડી હોય. એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું તેની જ શાળામાં મૃત્યુ થયું હતું. ઘરેથી દીકરાને શાળાએ જોતા માતા પિતા, એ નહોતા જાણતા કે, હવે પછી ક્યારેય તે તેના દીકરાનો ચહેરો નહી જોઈ શકે.

ધોરણ 10માં અભ્યાસ કરી રહેલા દીકરાનું અચાનક જ મૃત્યુ થઈ હતા માતા પિતા સહીત સમગ્ર પરિવાર માથે દુ:ખોનું આભ તૂટી પડ્યું હતું. આ દીકરાના માતા પિતાએ સપનામાં પણ વિચાર્યું નહિ હોય કે, તે આજે પોતાના દીકરાને છેલ્લીવાર શાળામાં જતા જોઈ રહ્યા છે. આવો જાણીએ શું ઘટના બની હતી?

મળતી માહિતી અનુસાર, ધોરણ 10માં અભ્યાસ કરી રહેલા દક્ષની શાળામાં શનિવારના રોજ સ્પોર્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એ દિવસે આખો દિવસ બાળકોને અલગ અલગ રમતો રમાડી રહયા હતા. એવામાં દક્ષે દોડમાં ભાગ લીધો. આ દરમિયાન અચાનક જ દક્ષ દોડતા દોડતા નીચે પડી ગયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક પણે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સિવિલ હોસ્પિટલના ડોકટરો દ્વારા દક્ષને મૃત જાહેર કરાયો હતો.

ઘટનાને પગલે આખી શાળામાં માતમ છવાઈ ગયો હતો. સાથે જ માતા પિતાને જાણ થતા તેઓ પણ તરત ત્યાં આવી પહોંચ્યા હતા. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ માતા પિતાની હાલત ખુબ જ કફોડી બાની ગઈ હતી. માતા પિતાનું આક્રંદ રુદન જોઇને સૌ કોઈની આંખ ભીની થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *