મધ્ય પ્રદેશ: ગામ લોકો દ્વારા મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ધાર (Dhar) વિસ્તારમાં તાલીબાનીઓ જેવું વર્તન (Talibani Attitude) કરતા જોવા મળ્યા છે. આમાં ગામ લોકોએ એક પ્રેમીપંખીડાને (Lover Couple) અને તેમના સહયોગી સગીર છોકરાને પોતે જ સજા આપતા માટે તેમની સાથે પહેલા ખૂબ મારપીટ કરવામાં આવી હતી. ત્યારબાદ ગામ લોકોએ તેમના ગળામાં ટાયર (Tyre) નાખીને આખા ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ઘટના 12 દિવસ પહેલાની હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેનો વીડિયો (Viral Video) હાલ વાઈરલ થઇ રહ્યો છે.
ત્યારબાદ પોલીસે 5 લોકો વિરુદ્ધ કેસ નોંધીને 3 ની અટકાયત પણ કરવામાં આવી છે. જયારે અન્ય 2 આરોપીઓની શોધખોળ શરુ કરવામાં આવી છે. યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી તે તેમના પરિવારના સભ્યો ગમ્યું ન હતી. તેથી તેનાથી નારાજ થઈ ગયા હતા. વીડિયો સામે આવ્યા પછી પોલીસ બેડામાં હલચલ જોવા મળી છે.
એડીશનલ એસપીએ કહ્યું હતું કે, આ ઘટના કુંડી ગામથી સામે આવી છે. આ ઘટના 12 સપ્ટેમ્બરની છે. આ ગામની એક યુવતી પોતાના પ્રેમી ગોવિંદ સાથે 10 જુલાઈના રોજ ભાગીને ગુજરાત આવી ગઈ હતી. તેના કારણે યુવતીના પરિવારના સભ્યોએ ગંધવાન પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ, જયારે યુવતીના પરિજનો ગુજરાતથી પરત આવ્યા ત્યારે યુવતીના પરિજનો અને ગામ લોકોએ ભેગા મળીને પ્રેમી જોડા અને તેમને મદદ કરનારા એક સગીર છોકરા સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તેમના ગળામાં ટાયર પહેરાવીને આખા ગામમાં સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન ગામ લોકોએ તેના વીડિયો પણ ઉતાર્યા હતા. આ વીડિયો હાલ વાઈરલ થઇ રહ્યા છે. આ મામલામાં પોલીસે વિવિધ કલમો હેઠળ 5 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
વધુમાં દેવેન્દ્ર પાટીદારે કહ્યું હતું કે, ગંધવાની પોલીસની ટીમ ઘટનાની જાણ થતાં જ તરત હરકતમાં આવી ગઈ હતી. ત્યારબાદ સમગ્ર મામલામાં પાંચ લોકોની વિરુદ્ધ કેસ નોંધી ત્રણ આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે. હજુ બે આરોપી ફરાર છે. તેમની શોધખોળ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.