જુઓ મોતને લલકારતો વિડીયો- મગર પર બેસી મજા માણી રહ્યો હતો આ શખ્સ, અચાનક જે થયું…

ફેમસ થવા અને લોકોમાં ચર્ચામાં રહેવા માટે કેટલાક લોકો એવા કામ કરે છે, જેને જોઈને દુનિયા દંગ રહી જાય છે. સોશિયલ મીડિયા(Social media) પર અવાર-નવાર…

ફેમસ થવા અને લોકોમાં ચર્ચામાં રહેવા માટે કેટલાક લોકો એવા કામ કરે છે, જેને જોઈને દુનિયા દંગ રહી જાય છે. સોશિયલ મીડિયા(Social media) પર અવાર-નવાર આવા વિડીઓ જોવા મળતા હોય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો આ દિવસોમાં ખુબ જ વાયરલ(Viral) થઈ રહ્યો છે. જેના પર યુઝર્સ જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કારણ કે, આ વીડિયોમાં એક વ્યક્તિ મગર(Crocodile) પર બેસીને મસ્તી કરી રહ્યો છે.

મગર કેટલો ખતરનાક છે તે આપણે બધા જાણીએ છીએ. ઘણા લોકો તેનું નામ સાંભળીને જ કંપી જાય છે, જ્યારે કેટલાક લોકો તેના ડરથી દરિયા, નદી, તળાવ પર પણ જતા નથી. પરંતુ, એક માણસ મગરની ઉપર બેસીને નાચતો હતો. આટલું જ નહીં કેમેરા તરફ જોઈને તે ફની પોઝ પણ આપી રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે બે વિશાળ મગર જોઈ શકો છો. એક મગર જમીન પર પડેલો છે, જ્યારે બીજો પાણીમાં છે. તે જ સમયે, એક વ્યક્તિ પાણીની અંદર મગર પર ખુશીથી બેઠો છે. આશ્ચર્યની વાત એ છે કે વ્યક્તિ મગર પર બેસીને આનંદથી ડાન્સ કરી રહ્યો છે અને કેમેરાની સામે વિચિત્ર હરકતો કરતો જોવા મળે છે. તે જ સમયે, ત્યાં હાજર લોકો તે વ્યક્તિનો વીડિયો બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Wildlife Stories (@wildlife_stories_)

હ્રદય દ્રાવક વિડિયો:
વિડિયો જોઈને તમે એક ક્ષણ માટે તો હસી પડ્યા જ હશો. આ વીડિયો જોયા પછી ઘણા લોકો ગુસ્સે થઈ ગયા. કેટલાક કહે છે કે ટૂંક સમયમાં સમુદ્રનો સિકંદર તેને પોતાનો શિકાર બનાવશે. જ્યારે, કોઈ કહે છે કે આ અદ્ભુત ગાંડપણ છે. તે જ સમયે, કોઈ કહે છે કે થોડા સમય પછી તે મગરના પેટની અંદર ડાન્સ કરશે. આ ખતરનાક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘wildlife_stories’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *