બેભાન થઈને ટ્રેનના પાટા પર પડી ગયો વ્યક્તિ અને પછી જે થયું તે જોઇને…- હિંમતવાળા લોકો જ જુએ આ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ભયાનક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે હેરાન થઇ જશો.

એક બચાવનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. એક પોલીસ અધિકારી અને પ્લેટફોર્મ પર ઉભેલા એક વ્યક્તિએ અમેરિકાના ન્યૂયોર્કમાં એક સ્ટેશન પર સબવે ટ્રેક પર બેભાન થઈને પડેલા એક માણસને બચાવ્યો હતો. ટ્રેનના આગમનની થોડીક સેકન્ડ પહેલા જ બંને માણસોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને યોગ્ય સમયે પાટા પરથી ખસેડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by NYPD (@nypd)

ન્યૂયોર્ક સિટી પોલીસ ડિપાર્ટમેન્ટ (NYPD) દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, એક માણસ બ્રોન્ક્સમાં સબવે ટ્રેક પર પડેલો જોવા મળ્યો હતો. જો કે ટ્રેન સ્ટેશનમાં પ્રવેશવાની હતી. ત્યાં તૈનાત અધિકારીએ તે વ્યક્તિને બચાવવા માટે પ્લેટફોર્મ પરથી કૂદી પડ્યો. આ પછી એક અન્ય મુસાફરે પણ તેની મદદ કરવા માટે અધિકારી સાથે કૂદી પડ્યો.

કાયદા અમલીકરણ એજન્સીએ ક્લિપ ઓનલાઇન શેર કરતા લખ્યું, ‘NYPD પોલીસ ન્યૂયોર્કના લોકોને કોઈપણ ભોગે મદદ કરે છે!’. તેણે કહ્યું કે તે માણસ હોશ ગુમાવી ચૂક્યો હતો અને પાટા પર પડી ગયો હતો. તેમણે કહ્યું, ‘અમે સારા નાગરિકના પણ આભારી છીએ જેમણે હિંમતથી મદદ કરી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *