દેહ છોડી દીધા પછી પણ આ પટેલ દીકરી એક બે નહિ પણ 6-6 લોકોમાં રહેશે હરહંમેશ જીવંત

સુરત(ગુજરાત): સુરતને દાનવીરોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી સુરતમાં ઘણું અંગદાન કરવામાં આવ્યું છે. ત્યારે ફરીવાર એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરતની એક દીકરીનું અવસાન થયું છે અને તે જતા જતા 6-6 લોકોને નવું જીવન દાન આપતી ગઈ છે.

જાણવા મળ્યું છે કે, આ દીકરીનું નામ છે જાનવી પટેલ. તેના પિતાનું નામ તેજસ પટેલ અને માતાનું નામ અમિતાબેન પટેલ છે. તેમને તેમની દીકરી પર ખુબ જ ગૌરવ છે. તેજસભાઈ પટેલને સોના ચાંદીનો ધંધો કરે છે. તેમની 21 વર્ષની દીકરી જાનવી પટેલ ભણવામાં ખુબ જ હોશિયાર હતી અને તે ફેશન ડિઝાઈનરનું ભણતી હતી.

તે તેમના મિત્રો સાથે ફરવા ગઈ હતી અને ગાડીની ડેકી પર બેઠેલી હતી. ત્યારે અચાનક નીચે પડી જતા તેને મગજની તકલીફ થઇ હતી. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલ લઇ જવામાં અવી હતી પરંતુ સારવાર કર્યા બાદ પણ સારી થઇ શકી નહિ અને થોડા જ સમયમાં તેનું અવસાન થઇ ગયું.

આ સમાચાર તેની માતાને મળતાં તે રડવા લાગી હતી. ત્યારબાદ તેના અમુક અંગ લોકોને નવું જીવન મળે તેના માટે દાનમાં આપવા માટે વાત કરી અને તેના માતા-પિતા આ દાન માટે તૈયાર થઇ જાય છે. તેઓ કહે છે કે, જો મારી દીકરીના અંગથી બીજાનું જીવન બચી શકતું હોય તો સારું. આવું કહીને તેના અંગોનું દાન કરે છે. આ ઉપરાંત, જાનવીના અંગદાનથી જે લોકોનું જીવન બચી ગયું છે તે લોકો પણ જાનવીનો હદય પૂર્વક આભાર માને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *