સુરતના અવધ સાંગ્રીલામાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર ત્રાટકી પોલીસ- સ્પા ચલાવતી 6 નબીરાઓ એવી હાલતમાં હતી કે…

સુરત(ગુજરાત): ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી(Prohibited alcohol) છે. છતાં પણ દારૂડિયા(Alcoholics) પોલીસના નાક નીચે ખેપ મારતા જોવા મળે છે. તેવો જ એક કિસ્સો સુરત(Surat)માંથી સામે આવ્યો છે. સુરત જિલ્લાના પલસાણામાં(In Palsana) આવેલા લક્ઝુરિયસ અવધ સાંગ્રીલા(Luxurious Awadh Sangrila)માં પોલીસે દરોડા પાડ્યા હતા.

મોડીરાત્રે પોલીસે કરેલી રેડમાં દારૂની પાર્ટી(Booze party) માણતા 25 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ પકડાયેલા દારુડીયામાં 6 જેટલી સ્પા ચલાવતી યુવતીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, પોલીસને માહિતી મળી હતી કે, પલસાણામાં હાઈ વે પર આવેલા લક્ઝુરિયસ ફાર્મ હાઉસ કમ કલબમાં દારૂની પાર્ટી ચાલી રહી છે. પોલીસે બાતમીના આધારે ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે, બહારથી મહિલાઓને બોલાવીને અહીં પાર્ટી કરાવામાં આવી રહી છે.

જેને આધારે પોલીસે મોડીરાત્રે જ ત્યાં રેડ પડી હતી. આ રેડમાં દારૂના નશામાં ઝૂમતા અને પાર્ટી કરતાં 25 લોકોને પોલીસે રંગે હાથે પકડી પાડ્યા હતા. તમામની અટકાયત કરીને મેડિકલ તપાસ માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

પોલીસે ધડપકડ કરેલા દારૂડિયાઓ પાસેથી મોબાઈલ જેની કિંમત અંદાજે 1.65 લાખ, વાહનો સહિતના આરોપીઓ  પાસે રહેલા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 142 નંગ બોટલ જેની કિંમત 30 હજાર હોવાનું જાણવા મળી રહ્યું છે. પાર્ટીમાંથી કુલ 27.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્રારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *