સુરત(Surat): શહેર પોલીસ કમિશનર દ્વારા ગઈકાલે એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુરતના કોફીશોપ, હોટલો કાફે રેસ્ટોરન્ટની આડમાં ધમધમી રહેલા કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કપલ બોક્સ(couple boxes surat) ચલાવી લેવામાં આવશે નહીં. આવી તમામ ખાણીપીણીની જગ્યાઓ પર કપલ બોક્સ રાખવા પર સુરત પોલીસ કમિશ્નર(Commissioner of Police Surat) દ્વારા પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
સુરત પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું:
પોલીસ કમિશ્નર દ્વારા કપલ બોક્સ પર પ્રતિબંધ ફરમાવતો જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. કોફીશોપ, રેસ્ટોરેન્ટમાં કપલ બોક્સ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. તેમણે જાહેરમાં ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, સ્પષ્ટ રીતે દેખાય તેવી વ્યવસ્થા રાખવી અને જે બાબતે નિર્દેશ પણ જારી કરવામાં આવ્યો છે સાથો સાથ CCTV કેમેરા લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. જાહેનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કપલ બોક્સ પોલીસ માટે હતો મોટો પડકાર:
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ધમધમી રહેલા કપલ બોક્સ પોલીસ માટે મોટો પડકાર હતો. અનેક સ્થળે કોફી કાફેનું બોર્ડ મારી કપલ બોક્સ ધમધમી રહ્યું હતું. અહી કલાકોના કલાકો સુધી યુવક યુવતીઓ પૈસા આપતા હતા અને બોકસનો ગોરખધંધા માટે ઉપયોગ કરી રહ્યા હતા. આ ફૂલિફાલેલા કપલબોક્સમાં સોફા, ગાદલા, તકિયા, ફેનની સુવિધાઓ પણ આપવામાં આવે છે તેમજ સુવિધા મુજબ અંદાજે 1 કલાકનું 150 થી 600 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું છે. અમે તમને જણાવી દઈએ કે, પોલીસે અનેકવાર રેડ કરી કપલ બોક્સને સીલ પણ કર્યા હતા.
મહત્વનું છે કે, સ્થાનિક લોકો પણ શહેર વચ્ચે ચાલી રહેલા આ કપલ બોક્સને કારને ખુબ જ પરેશાન હતા. પોલીસ તેના પર કોઈ એક્શન લેતી નથી તેવા આરોપ પણ કરવામાં આવ્યા હતા. અમે તમને જણાવી દઈએ કે, પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ અવાર-નવાર બાતમીના આધારે રેડ પણ પાડતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કપલબોક્ષના કારણે યૌનશોષણની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો હતો. સુરતમાં ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલ પણ કપલબોક્ષ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.
કપલ બોક્સમાં શું હોય છે?
દરેક કપલ બોક્સ એસીની ચીલ્ડ ઠંડકથી સજ્જ હોય છે. આજુબાજુના બોક્સની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે દરેક બોક્સમાં દરવાજો હોય છે. આ દરવાજો અંદરથી બંધ થઈ શકે તેમ હોય છે. કપલ બોક્સની અંદર આછી-આછી રોશની અથવા લાઈટ બંધ હોય છે અથવા જે જગ્યા પર લાઈટ હોય છે તે નાઈટ લેમ્પથી વિશેષ હોતી નથી. બોક્સની અંદર સુઈ શકાય તે માટે બેડ કે સોફો પણ હોય છે. બાજુમાં રહેલાં બોક્સનો અવાજ ન સંભળાય તે માટે હાઈ વોલ્યુમ પર સતત લવ સોન્ગ વાગતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.