મહારાષ્ટ્રના રાયગઢ (Raigad, Maharashtra) જિલ્લાના હરિહરેશ્વર (Harihareshwar Beach) કિનારે દરિયામાં એક શંકાસ્પદ બોટ મળી આવી છે. બોટમાંથી એકે-47, રાઈફલ અને કેટલાક કારતૂસ મળી આવ્યા છે. બોટને સ્થાનિક લોકોએ જોઈ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે દોરડાની મદદથી બોટને કિનારે ખેંચી હતી અને તેને જપ્ત કરી હતી.
આતંકવાદી ષડયંત્રની શક્યતા
2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં પણ આવી જ રીત હતી. જેને જોતા પોલીસ સ્થાનિક લોકોની પૂછપરછ કરી રહી છે. આ સાથે સમગ્ર રાયગઢ જિલ્લાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. આ સાથે દરિયા કિનારે આવેલા તમામ વિસ્તારોમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. એન્ટી ટેરર સ્ક્વોડ (ATS) પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ટીમ આતંકવાદી ષડયંત્રના એંગલથી તેની તપાસ કરી રહી છે.
2008માં મુંબઈ ટેરર એટેક પણ આ રીતે જ થયો
લગભગ 13 વર્ષ પહેલા એટલે કે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. મુંબઈમાં તાજ હોટલ સહિત અનેક જગ્યાએ આતંકવાદીઓએ નરસંહાર કર્યો હતો. જેમાં 300થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે લશ્કર-એ-તૈયબાના 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે જ અહીં આવ્યા હતા. તેમાંથી 9 માર્યા ગયા હતા, જ્યારે માત્ર અજમલ કસાબ જ જીવતો પકડાયો હતો. કસાબને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.