ગુંડાગિર્દી પર ઉતરી વડોદરા પોલીસ: ડુંગળી મફત ન આપનારા ફેરિયાને માર્યો ઢોર માર- પહેલાં મફતમાં લઈ ગયા હતા મગફળી

વડોદરા(ગુજરાત): પોલીસે સમા વિસ્તારમાં મામલતદાર કચેરીના ફૂટપાથ પર પથારાધારકે મફતમાં ડુંગળી નહીં આપતાં તેને ઢોરમાર માર્યો હોવાના બનાવ સામે આવ્યો છે. પોલીસે ઘટના અંગે પથારાધારકની ફરિયાદ લેવાની જગ્યાએ તેની સામે માસ્ક નહીં પહેર્યું હોવાના અને પોલીસની કામગીરીમાં રુકાવટનો ગુનો નોંધ્યો હતો.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, મૂળ ઉત્તરપ્રદેશનો ગણેશ સોનકર સમા વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીના ફૂટપાથ પર ડુંગળી, બટાટા અને મગફળીનો વેચે છે. ગણેશના જણાવ્યા અનુસાર, પોલીસના જવાનોએ તેને ઢોરમાર માર્યો હતો. ત્યાં આવેલા પોલીસકર્મચારીઓએ બે દિવસ પહેલાં 1 કિલો મગફળી લીધી હતી અને પૈસા આપ્યા વગર ત્યાંથી રવાના થયા હતા. જોકે તેઓ બુધવારે પરત આવ્યા ત્યારે 20 કિલો ડુંગળી માગી હતી.

પોલીસને ડુંગળીની પડતર કિંમત આપવા કહ્યું ત્યારે તેને પૈસા નથી એમ કહ્યું હતું અને પેટ અને બરડાના ભાગે માર માર્યો હતો. ઘટના બાદ પોલીસ તેને સમા પોલીસ મથક ખાતે લઇ આવી હતી, જ્યાં પોલીસે તેની ફરિયાદ લેવાની જગ્યાએ માસ્ક નહીં પહેર્યું હોવાનું અને પોલીસની કામગીરીમાં અડચણ રૂપ થયો હોવાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

પીસીઆર વાનના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈએ ગણેશે માસ્ક નહીં પહેર્યું હોવાથી તેનો ફોટો પાડી માસ્ક પહેરવા કહ્યું હતું, પરંતુ તેણે પોલીસની કામગીરીમાં અવરોધ ઊભું કરતાં કાર્યવાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *