તાજેતરમાં મુંબઈ(Mumbai) તેલ-બિયાં બજારમાં દેસી તથા આયાતી ખાદ્યતેલો(Edible oils)ના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકા(America)માં કૃષી બજારોમાં સોયાતેલ(Soybean oil)ના ભાવ આજે પ્રોજેકશનમાં 155 થી 160 પોઈન્ટ(Points) તૂટયાના સમાચાર સામે આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, મલેશિયા(Malaysia)ના પામતેલ(Palm oil) બજારો જો કે આજે બંધ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, મુંબઈ હાજર બજારમાં આજે 10 કિલોના ભાવ આયાતી પામતેલના ઘટી રૂ.1600ની અંદર ઉતરી રૂ.1590 રહ્યા હતા. હવાલા રિસેલમાં માંડ 60 થી 70 ટનના વેપાર થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઘટી 1590 થી 1595 રહ્યા હતા.
આ દરમિયાન, મુંબઈ બજારમાં સિંગતેલના ભાવ રૂ.1700એ શાંત હતા જ્યારે કપસાયિા તેલના ભાવ ઘટી 1685 રહ્યા હતા. સૌરાષ્ટ્ર બાજુ સિંગતેલના ભાવ 1650 તથા 15 કિલોના 2620 થી 2630 રહ્યા હતા જ્યારે કોટન વોશ્ડના ભાવ 1605 થી 1610 રહ્યા હતા.
આજના મુંબઈ બજારમાં સોયા તેલના ભાવ ડિગમના 1600 થી ઘટીને 1605 અને રિફાઈન્ડના 1595 રહ્યા હતા. સરસવનો ભાવ 1560 અને રિફાઈન્ડનો ભાવ 1590 હતો. સૂર્યમુખીના ભાવ 1850 અને રિફાઇન્ડ 1925 હતા. મુંબઈમાં એરંડાના હાજર ભાવ આજે 10 કિલોના 11થી 12 ઘટયા હતા જ્યારે હાજર એરંડાના ભાવમાં રૂ.60નો ઘટાડો નોંધાયો હતો.
મુંબઈના ખોળ માર્કેટમાં આજે એક ટન સૂર્યમુખીના ખોળ અને સોયાખોળના ભાવમાં ઘટાડો થયો છે. એરંડાના ખોળમાં પણ ધીમો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અન્ય ખાદ્યપદાર્થો શાંત હતા. રશિયાએ સનફ્લાવર મિલો અને શણની નિકાસ પર 20 ટકા ડ્યુટી લાદી છે. સ્થાનિક સોયાબીનની આવક મધ્ય પ્રદેશમાં 40 હજાર ગુણી અને સમગ્ર ભારતમાં 1 લાખ 40 હજાર ગુણી હતી. સરસવની આવક રાજસ્થાનમાં 2 લાખ 65 હજાર ગુણી અને સમગ્ર ભારતમાં 5 લાખ 50 હજાર ગુણી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.