ટેટીનું ઉત્પાદન ખેડૂતને કરે છે માલામાલ- વીઘે થાય છે અધધધ કમાણી, જાણો વિગતે

Cultivation of Teti: ટેટી અને તરબૂચ સામાન્ય લોકોની દૃષ્ટિએ ફળ ગણાય છે, કારણ કે તેનો ઉપોયગ રાંધ્યા વિના ફળ(Cultivation of Teti) તરીકે ખાવામાં જ થાય છે. પરંતુ તેની ખેતીની રીત ફળઝાડ ઉછેરની રીતે કરતાં તદ્દન ભિન્ન, શાકભાજીની ખેતીની રીતને મળતી આવે છે. માટે તેનો સમાવેશ શાકભાજીના પાકોમાં કરવામાં આવેલ છે.સક્કરટેટી વસંત ઋતુનું ફળ છે. શક્કરટેટી મધુર, શીતળ, અને બળ આપનાર છે. તે પિત્તા દાહ વાયુ પ્રમેહ મટાડનારી છે.

ઉનામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અવનવી પદ્ધતિથી ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે ત્યારે અત્યારના સમયમાં ઘણા ખેડૂતો આંતરપાક તરીકે શક્કરટેટી અને રીંગણ ની ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી સારી આવક મેળવી રહ્યા છે.તેમજ આ ખેડૂતે અન્ય ખેડૂતોને પણ આવી અવનવી પદ્ધતિ દ્વારા જો ખેતી ખેડૂતો કરે તો ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન તેમજ સારી એવી આવક થઈ શકે તેવું જણાવ્યું હતું.

તાપી જિલ્લાના નિઝર તાલુકાના બોરથા, જૂના કુકરમુંડા, જૂના ભીલભવાલી, લક્ષ્મી ખેડા તાપી કિનારાનો પટ્ટો સાગબાર તાલુકાના જાવલીના પટ્ટા સહિ‌ત તાપી કિનારે સક્કર ટેટીની ખેતી કરવામાં આવે છે. આપણે ત્યાં કૃષિ સંસ્થાઓ ઓએ બે જાતોની ભલામણ કરેલ છે. જેમાં પશુ મધુરસ અને પુસા
શરબતી હોય છે.

આબોહવા
સક્કરટેટીના પાકને ગરમ અને સૂકું હવામાન માફક આવે છે. વધારે ભેજવાળા હવામાનમાં પાકમાં ગંભીર રોગો આવવાનો સંભવ રહે છે. ફળ પાકવા ટાણે જમીનમાં વધારે પડતાં ભેજથી ફળની ગુણવત્તા ઘટી જાય છે. ઠંડુ હવામાન અને હીમ આ પાક સહન કરી શકતો નથી. ટેટીની વૃદ્ધિ માટે ઈષ્ટતમ તાપમાન ૩૦ સે જેટલું છે.

જમીન
સારા નિતારવાળી ગોરાડુ અને રેતાળ જમીન કે જ્યાં પિયતની સારી સગવડ હોય ત્યાં સક્કરટેટીનો સારો પાક લઈ શકાય છે. સક્કરટેટીનો પાક રેતીના અનેરેતાળ જમીનોના નદીના બાઠાઓમાં કરાયચે. પરંતુ રેતાળ, દુમટ, કાપવાળી દુમટ જમીનમાં પણ આ પાક થઈ શકે છે. ટેટી ભારે અમ્લતાવાળી જમીનમાં સારી થતી નથી. ૬થી ૭ પીએચ વાળી જમીનમાં આ પાક સારા થાય છે.

જમીનની તૈયારી અને વાવેતર
ઉનાળું પાક માટે નવેમ્બર માસમાં જમીનની પૂર્વ તૈયરી કરવાની હોય છે. હેક્ટરે ૨૦ ટન છાણીયું ખાતર નાંખવું. જમીન સારી રીતે ખેડ વાવણી કરવા માટે લાકડાના હળથી ૨ મીટરના અંતરે ચાસ ઉઘાડવા અને તેમાં હેક્ટરે ૧૨પ કિગ્રા નાઈટ્રોજન, ૨૩૦ કિગ્રા ફોસ્ફોરિક એસિડ, રાસાયણીક ખાતરના રૂપમાં નાંખવું એ સમાર દઈ ચાસ કાઢ દેવા, ડિસેમ્બર માસના બીજા પખવાડિયામાં ખાતર નાંખેલા ચાસમાં જીસલી કાઢી બે છોડ વચ્ચે ૯૦ સેમીના અંતરે દર થાણે ૨ખી ૩ બીજ વાવવા. આ રીતે એક હેક્ટરના વાવેતર માટે અડધો કિગ્રા બીજની જરૂર પડે છે. શિયાળું પાક માટે સપ્ટેમ્બર માસમાં પ્રથમ પખવાડિયામાં વાવણી થઈ શકે તે પ્રમાણે ઓગ્સટ મહિ‌નામાં જમીનની પૂર્વ તૈયારી કરવી જોઇએ.

લણણી
સક્કરટેટીનો પાક લગભગ અઢીથી ત્રણ માસે શિયાળામાં અને સાડા ત્રણથી ચાર માસે ઉનાળામાં તૈયાર થાય છે. વળ આપવાથી જે ફળ વેલામાંથી સહેલાયથી છૂટા પડતા હોય તેવા ફળ ઉતારી લેવા. દર આંતરે દિવસ આવા ફળ વીણવામાં ન આવે અને ગાળો વધુ લંબાય તો ફળ ફાટી જાય અથવા કોહવાઈ જવાનો ભય રહે છે.

ઉત્પાદન
શક્કર ટેટીના ઉત્પાદનનો આધાર જમીન, ખાતર, પાણી અને જાત ઉપર છે. સમાન્ય રીતે એક હેકટરમાં સરાસરી ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ કિગ્રા ફળ ઉતરે છે.

વાતાવરણ અનુકૂળતા હોય તો ટેટીનું સારું ઉત્પાદન મેળવી શકાય
ઉનાના સામતેર ગામમાં આવેલ વાડી વિસ્તાર ધરાવતા મહર્ષિભાઈ અને ઋષિકેશભાઈ બંને ભાઈઓએ હાલમાં ટેટીનું વાવેતર કરેલું છે. ટેટીનું ઉત્પાદન પણ શરૂ થઈ ચૂક્યું છે. આ ખેડૂતે જણાવ્યું હતું કે, આ ટેટીના ઉત્પાદનમાં સમયસર ખાતર, દવાનો છંટકાવ કરવામાં આવે છે. સતત ત્રણ માસ સુધી આ ટેટીના પાકને બાળકની જેમ દિવસ અને રાત કાળજી રાખવી પડે છે. જોકે આ ટેટી વેલાઓમાં થતી હોય જ્યારે પણ દવાનો છટકાવ કરતા હોય ત્યારે વેલો પગથી દબાઈ ન જાય તેની પણ જરૂરી કાળજી રાખવી પડતી હોય છે. કારણ કે, ટેટીનો વેલો એકદમ નોર્માલિક રીતનો આવતો હોય અને જો વાતાવરણ અનુકૂળતા હોય તો ટેટીનું સારું ઉત્પાદન મેળવી શકાય છે.

ઉનાળાની સીઝનમાં સૌથી વધુ ટેટીને પસંદ કરવામાં આવે છે
હાલ ઉનાળાની મોસમ શરૂ થતાની સાથે જ લોકો ટેટી અને તરબૂચ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. હાલમાં ટેટી ઉત્પાદન ઉતરતા તેઓ બીજા જિલ્લામાં વેચાણ માટે મોકલી આપે છે. જે જિલ્લામાં સારો ભાવ મળતો હોય તે જિલ્લામાં મોકલવામાં આવે છે. ખેડૂતે જણાવ્યા મુજબ, હાલમાં ભાવ સારો મળે છે. રોજ 70થી 100 મણ જેટલી ટેટીનો ઉતારો આવે છે. 10થી 12 દિવસની અંદર ટેટીનો ફાલ પણ આ 10 વિઘાની અંદરથી પૂર્ણ થઈ જશે. એકવાર ઉતારો શરૂ થયા પછી તેને ઉતારવાની કાળજી પણ રાખવી પડે છે.