સુરત(surat): આજકાલ ઠેકાણે-ઠેકાણેથી પોલીસ દ્વારા દેહવ્યાપારના ગોરખધંધા પકડી પાડવામાં આવી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ મારૂતિચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાંમાં પોલીસે અચાનક રેડ પડી હતી. તે દદરમ્યાન ચાર ગ્રાહક અને ચાર લલનાઓ કઢંગી હાલતમાં મળ્યા આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસને માહિતી મળી હતી કે, વરાછા વિસ્તારમાં આવેલ મારૂતિચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો ગોરખધંધો ચાલી રહ્યો છે. જેના આધારે વરાછા પોલીસે ગતસાંજે મારૂતિચોક પાસે પ્લોટ નં.117ના પહેલા માળે અનમોલ સ્પામાં રેડ કરી તે દરમ્યાન ત્રણ કેબિનમાં ગ્રાહકો અને લલનાઓ કઢંગી હાલતમાં મળ્યા હતા. ત્યાંથી શરીર સુખ માણવા આવેલા ચાર ગ્રાહકને ચાર લલના સાથે ઝડપી લીધા હતા. પોલીસે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ત્રણ ગ્રાહકો ત્રણ લલના સાથે કંઢંગી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે ચારેય લલનાને મુક્ત કરાવી રતીકાંત હરીક્રિષ્ના જૈના (ઉ.વ.35, રહે.202, ગણેશ એપાર્ટમેન્ટ, માનસરોવર સર્કલ પાસે, અમરોલી, સુરત) સાથે સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી માથાભારે રામચંદ્ર સ્વાઇની પત્ની ભારતી (ઉ.વ.30, રહે.રામકૃપા સોસાયટી, માતૃશક્તિ રોડ, રચના સર્કલ પાસે, કાપોદ્રા, સુરત ) અને રતીકાંતની પણ ધરપકડ કરી હતી.
પોલીસે રેડ દરમ્યાન આરોપી પાસેથી 17,450 રૂપિયા અને 52 હજારની કિંમતના 7 મોબાઈલ ફોનનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત, દુકાન ભાડે આપનાર મનોજ નાગજીભાઇ માવાણી ( રહે.16, બાલાજી સોસાયટી, મારૂતિચોક, વરાછા, સુરત. મૂળ રહે.બાદલપર, તા.પાલીતાણા, જી.ભાવનગર ) ની પણ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.