કોરોના વાયરસથી સતત વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને મંગળવારે પ્રધાનમંત્રી મોદીએ સંપૂર્ણ દેશમાં lockdownની જાહેરાત કરી છે અને દેશવાસીઓને અપીલ કરતા કહ્યું છે કે આગળના 21 દિવસ સુધી પોતાના ઘરમાંથી બહાર ના નીકળવું. હવે પ્રધાનમંત્રી મોદીના આદેશને પાલન કરવામાં આખું પ્રશાસન લાગી ગયું છે.આજ કારણે lockdown માં પકડાયેલા લોકોને પ્રશાસન વિચિત્ર સજા આપી રહ્યું છે.
ઉત્તર પ્રદેશના રામપુરમાં પણ lockdown લાગુ કરી દેવામાં આવ્યું છે તેમ છતાં ત્યાંના લોગ બિનજરૂરી રીતે બહાર આવી જઈ રહ્યા છે. પ્રશાસને આવા લોકોને ધ્યાનમાં રાખી તેમને સ્વેચ્છિક કામ આપી દીધું છે.પ્રશાસન દ્વારા આવા લોકોને નગર પાલિકામાં સફાઈ માટે અને સરકારી હોસ્પિટલમાં સ્વયંસેવક ની રીતે ઉપયોગમાં કરવામાં આવી રહ્યા છે.
રામપુરમાં ધારા 144 લાગુ છે. મોડી રાત્રે બિનજરૂરી રીતે બહાર નીકળનારો લોકોને પકડીને રામપુર પ્રશાસન તેમને તેની વિસ્તૃત જાણકારી ભેગી કરી તેમને સ્વયં સેવક બનાવી દીધા છે. સાથે જ નગરપાલિકામાં સાફ સફાઈનું કામ પણ તેમને સોંપી દેવામાં આવ્યું છે. હવે તેઓ સ્વેચ્છિક રૂપથી કોરોના વાયરસ સામે લડવામાં દેશની સેનામાં જોડાઈ ગયા છે. ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે શાસન પ્રશાસનના નિર્દેશોનું પાલન ન કરનાર લોકોને આવી જ સજા મળવી જોઈએ.
આ સંબંધે જોઈન્ટ મેજિસ્ટ્રેટ ગૌરવ કુમારે જણાવ્યું કે સતત શાસન દ્વારા નિર્દેશ આપી રહ્યા છે કે આજથી lockdown છે. પ્રધાનમંત્રી દ્વારા ૨૧ દિવસ માટે એટલે કે ૧૫ એપ્રિલ સુધી lockdown ઘોષિત કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં લોકોને સંભાળવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે કારણ કે લોકો જરૂરી ચીજવસ્તુઓ જેવી કે ફળો શાકભાજી લેવા માટે બહાર આવી રહ્યા છે.
આમાં કેટલાક તોફાની તત્વો બિનજરૂરી રીતે બહાર આવ જા કરી રહ્યા છે અને બહાર સપાટા કરી રહ્યા છે. આ લોકો ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ ખતરો છે. આવા લોકોને પ્રશાસન દ્વારા પકડી લેવામાં આવ્યા છે.અને સજા તરીકે તેમને સ્વેચ્છિક રૂપથી નગર પાલિકામાં સફાઈ માટે અને હોસ્પિટલોમાં સ્વયંસેવકો ના સ્વરૂપે રોગીઓની સેવા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.