હાલ રાજસ્થાન (Rajasthan)માંથી એક ખુબ જ ચોકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં રાજસ્થાનના કોટા (Quota)માં એક મહાકાય અજગરે(Python) એક કુતરાને પોતાનો શિકાર બનાવ્યો છે. આ ઘટના બની ત્યારે ત્યા રહેલા કેટલાક લોકોએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા.
મહાકાય અજગરે કર્યો કુતરાનો શિકાર – અડધા કલાક સુધી તરફડીયા મારતું રહ્યું । અજગર શિકારને સંપૂર્ણ ગળી ગયો pic.twitter.com/HgWJqf7Lnq
— Trishul News (@TrishulNews) July 28, 2022
મળતી માહિતી અનુસાર, કોટાના થર્મલમાં મંગળવારના રોજ સાંજના સમયે 14 ફૂટ લાંબો અજગર શિકારની શોધમાં ફરી રહ્યો હતો. આ દરમિયાન યાર્ડની નજીક અજગરે એક કુતરાને પોતાનો શિકાર બનાવ્યો હતો અને તેની ઘાતક પકડમાં ઝકડી લીધો હતો. તે સમયે અહીં રહેલા કર્મચારીઓમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો. તેમણે સાપ પકડવા માટે જાણીતા ગોવિંદ શર્મા નામની સ્થાનિક વ્યક્તિને બોલાવી હતી. ગોવિંદે આ અજગરને રેસ્ક્યૂ કરી જંગલમાં છોડી દીધો હતો.
અજગર કુતરાને સખત રીતે પકડી રાખી એક ઝાડની પાછળ જતો રહ્યો હતો. જ્યાં સુધી કુતરાએ અંતિમ શ્વાસ ન લીધા ત્યા સુધી તેને પોતાના ભરડામાં ઝકડી રાખ્યું હતું. આ સમયે કુતરું તડફડીયા નાખતુ રહ્યું હતું. જોત જોતામાં લગભગ અડધા કલાકમાં અજગર તેને સંપૂર્ણપણે ગળી ગયો હતો. કુતરાને શિકાર બનાવ્યા બાદ અજગર કેટલાક કલાક સુધી ત્યાં સ્થિર અવસ્થામાં પડી રહ્યો હતો. ખૂબ જ મુશ્કેલી બાદ તેને ઉઠાવીને જંગલમાં છોડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
આ અંગે સ્નેક કેચર ગોવિંદ શર્માના જણાવ્યા પ્રમાણે ભારતમાં રૉક પાયથન અજગર જોવા મળે છે. તેની લંબાઈ 7થી 20 ફૂટ સુધી હોય છે. તે સસલા, મોટા પક્ષી, મોર, જરખ, કુતરાનો શિકાર કરે છે. મોટા શિકારોને પચાવવામાં તેને આશરે 3 મહિનાનો સમય લાગે છે. તે માનવી ઉપર હુમલો કરતો નથી. તેમજ જાણવા મળ્યું છે કે, કોટામાં ચંબલ નદીની આજુબાજુ આવેલા જંગલોમાં અજગર જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.