ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બીસીસીઆઈએ આઈપીએલ 2021ની બાકી રહેલી તમામ મેચ યુંએઈમાં રમાડવાનો નિર્ણય લીધો છે. શનિવારના રોજ એટલે કે આજે મળેલ બીસીસીઆઈની મીટિંગમાં આઈપીએલની ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝનની બાકીની મેચ યૂએઈ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી હતી જે હવે યુએઈ માં યોજાશે. ઘણી ટીમોમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ BCCI એ આઈપીએલ મોકૂફ(હાલ પુરતી સ્થગિત) રાખવાનો નિર્ણય લીધો હતો. IPL બંધ થવાને કારણે ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. જેમાં 9 એપ્રિલના રોજ શરૂ થનાર આ IPLની સિઝનમાં કુલ 29 મેચ રમાઈ હતી જયારે IPL ટુર્નામેન્ટની 31 મેચ બાકી છે. ત્યારે આવા કોરોનાના કાળમાં બાકી રહેલી મેચ ક્યારે રમાશે તેના સવાલો થઈ રહ્યા હતા. જેમનો જવાબ મળી ગયો છે કે આઈપીએલની ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝનની બાકીની મેચ યૂએઈ રમાશે.
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે IPLને સંપૂર્ણ પણે રદ કરવામાં નથી આવી, IPLને ફક્ત થોડા સમય માટે થોભાવી દેવામાં આવી છે. સાથે કહ્યું છે કે IPL-14 ની બાકી રહેલી તમામ મેચ રમાશે. જયારે કોરોનાના સંક્રમણની સ્થિતિમાં સુધારો આવશે ત્યારે યોગ્ય સમયે આગામી મેચ રમાશે તેમનો નિર્ણય લેવામાં આવશે.
બીસીસીઆઈ ટી20 વર્લ્ડ કપને લઈને મોટી જાહેરાત કરી શકે છે. બીસીસીઆઈએ ટી20 વર્લ્ડ કપ ભારતમાં જ રમાડવાની યોજના બનાવી રહ્યું છે. જેને લઈને બીસીસીઆઈએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સામે ફક્ત ત્રણ શહેરોમાં જ વર્લ્ડ કપના આયોજન કરી શકે તેવું લાગી રહ્યું છે. જયારે આ વર્ષે ટી20 વર્લ્ડ કપ અમદાવાદ, પુણે અને મુંબઈ એમ ત્રણ જગ્યાએ રમાઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.