ગુજરાત(Gujarat): કોરોના(Corona)ની પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોને ખુબ જ મુશ્કેલી ભોગવવાનો સસ્મ્ય આવ્યો હતો. ત્યારે આ મહામારીમાં ઘણાં એવા લોકો પણ હતા અને છે જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના જરા પણ ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની સતત ખડે પગે રાતદિવસ જોયા વગર સેવા કરી રહ્યા હતા.
આ વ્યક્તિઓમાંના એક એટલે જેતપુર(Jetpur) તાલુકાના પેઢલા(Pedhla) ગામના ભૂપતભાઈ ડાભી. ભુપતભાઈ પોતે એક સામાન્ય રિક્ષાચાલક(Rickshaw driver) છે અને રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ તેમની માનવતા સામે ભલભલા ચાર બંગડીવાળી ગાડીના માલિકો પણ ફિક્કા પડી જાય તેમ છે. મહત્વની વાત તો એ છે કે, ભૂપતભાઈ ડાભી પોતે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. છતાં પણ જ્યારે ખુમારીની વાત આવે ત્યારે રિક્ષાચાલક ભૂપતભાઈ ડાભી પાછા પડે તેવા નથી.
રીક્ષાચાલક દ્વારા કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓને પેઢલા ગામથી જેતપુર ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા માટે પોતાની રિક્ષામાં કોઈપણ પ્રકારનું ભાડું લીધા વગર મફત સેવા આપવામાં આવી હતી. આ મહામારી દરમિયાન કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકો એકબીજાને અડવાથી પણ ડરતા હતા. ત્યારે સામાન્ય માણસ અને રિક્ષાચાલક ભૂપતભાઈએ નીડર થઈને કોઈપણ પ્રકારના પ્રલોભન વગર કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવા માટે ખડે પગે સેવા કરી હતી.
આપણને સૌને ખાબર છે કે, આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ઘણાં એવા લાલચુ અને અભિમાની લોકો પણ હતા. જેમણે પૈસા કમાવાનો એક નાની તક પણ ગુમાવી ન હતી. ત્યારે ભૂપતભાઈ જેવા સામાન્ય વ્યક્તિએ માનવતાની મહેક મહેકાવી હતી.
તમને જણાવી દઈએ કે, હાલ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ ભૂપતભાઈએ કોરોના દર્દીઓને પોતાની રિક્ષામાં હોસ્પિટલ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય શરુ જ રાખ્યું છે અને તેમણે અપીલ કરતા કહ્યું છે કે, કોરોનાના કોઇ પણ દર્દીને કોઇ પણ ઇમરજન્સી હોય તો હું ગમે ત્યારે હાજર થઇ જઇશ. દર્દી પાસેથી એક પણ પૈસો લીધા વગર તેમને હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી મારી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.