સુરત(Surat): શહેરમાં ગેરકાયદેસર(Illegal) રીતે સોસાયટી પર દબાણ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈને સ્થાનિક લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ગેરકાયદેસર રીતે સોસાયટી પર દબાણ કરવામાં આવતા સોસાયટીના રહીશો લડી લેવાના મુડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના સરથાણા-જકાતનાકા(Sarthana-Jakatnaka) વિસ્તારમાં આવેલ સારથી રો-હાઉસ(Sarthi Row-house) ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવી રહ્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જેને લઈને સોસાયટીના રહીશો અને સ્થાનિક લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે સોસાયટીના રહીશો અને સ્થાનિક લોકોએ કહ્યું છે કે, શાંતમ કોમ્પલેક્ષ દ્વારા સારથી રો-હાઉસ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 20 વર્ષ કરતા જૂની સોસાયટીનો રસ્તો અચાનક જ ગેરકાયદેસર થઇ જતા સોસાયટીના લોકો પણ રોષે ભરાયા છે. મળતી માહિતી અનુસાર, સારથી રો-હાઉસનો રસ્તો 20 વર્ષ કરતા જુનો છે અને હાલમાં આ રસ્તો ગેરકાયદેસર હોય તેવું શાંતમ કોમ્પલેક્ષના બિલ્ડર દ્વારા કહેવામાં આવ્યું છે.
ત્યારે જોવાનું એ રહ્યું કે, 20 વર્ષ જુનો રસ્તો જો ગેરકાયદેસર હોય તો અત્યાર સુધી કેમ કાર્યવાહી કરવામાં ન આવી? અને બાજુમાં કોમ્પ્લેક્ષ બનતાની સાથે જ આ 20 વર્ષીય જૂની સોસાયટીનો રસ્તો ગેરકાયદેસર થઇ ગયો? ત્યારે આ ઘટનાને જોતા તો એવું લાગી રહ્યું છે કે, બિલ્ડર અને સરકારી તંત્ર વચ્ચે મિલીભગત થઇ રહી છે.
ત્યારે આ અંગે સોસાયટીના રહીશો અને સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ અને બેનર લઈને રસ્તા વચ્ચે જ વિરોધ નોંધાવ્યો છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે, શું બિલ્ડરની દાદાગીરી સામે સરકાર પણ ચુપ છે?, સાથે લખવામાં આવ્યું છે કે, સોસાયટી પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે. લોકો કહી રહ્યા છે અમારૂ સાંભળનાર કોણ?, ૨૦ વર્ષ સોસાયટીનો જુનો રસ્તો અચાનક ગેરકાયદેસર થઇ ગયો? આ પ્રકારના અલગ અલગ બેનરો લઈને વિરોધ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.