સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુંટેરી દુલ્હનનો ત્રાસ ઘણો વધી રહ્યો છે. જે લગ્નના બહાને લુંટ કરીને ભાગી જતી હોય છે. આ દરમિયાન, ફરીવાર સુરત(Surat)માં લગ્નવાંછુક યુવકને ફસાવીને ભાગી જતી લૂંટેરી દુલ્હન ગેંગ ફરી સક્રિય થઈ છે. અનેક એવા યુવકો છે જેમને પોતાની જીવનસાથી શોધવામાં અનેક મુશ્કેલીઓ પડે છે ત્યારે આવા સમયમાં માસૂમ લોકોને તેઓ ફસાવે છે. એમાં કન્યા, તેનાં પરિવારજનો, ઘર અને અન્ય બધી વસ્તુ બોગસ હોય છે.
મળતી માહિતી મુજબ, સુરતના વરાછમાં પણ સ્વાતિ હોવરાણે નામની યુવતી ખોટા લગ્ન કરીને યુવકના ઘરેથી દાગીના અને રોકડ લઈને ફરાર થઇ ગઈ હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન, પોલીસ દ્વારા વરાછા પોદ્દાર આર્કેડ નજીકથી સ્વાતિ હોવરાણે પોતાના નવા શિકારની શોધમાં હતી ત્યારે તેને ઝડપી પાડવામાં આવી હતી. પૂછપરછ કરતા આ લૂંટેરી દૂલ્હને પોતાની ગેંગ સાથે મળીને આ જ રીતે અનેક લોકોને પણ પોતાના શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.
રોજબરોજ આવા ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. અગાઉ પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં બોગસ દુલ્હન એક યુવક પાસેથી 4.50 લાખ લઈ ફરાર થઇ ગઈ હતી. જે મહારાષ્ટ્રની હતી અને અગાઉ પણ 20 યુવકોને ફસાવી ચુકી હોવાનું બહાર આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.