ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીનો ખરો રંગ હવે જામ્યો છે. રાજ્યસભાની ચૂંટણીને લઈ CM રૂપાણીનું નિવેદન આપતાં જણાવ્યું છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનાં ત્રણેય નેતાઓનો યશસ્વી વિજય થશે. અમે તો અત્યારથી વિજેતા છીએ, માત્ર ચૂંટણી બાકી છે. અને તમામ 182 ધારાસભ્યોને તેમને સાથ મળશે. તેમણે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પડતા કોંગ્રેસની આંતરિક જૂથબંધી જવાબદાર ઠેરવી હતી.
વિજય રૂપાણીને જ્યારે BTPના મત વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, BTPના મત ભાજપને જ મળશે તેવો CM રૂપાણીએ આજે મોટો દાવો કરીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. તેમને ઉમેર્યું કે, એક બાજુ ગુજરાતની જનતા કોરોનાના ભયમાં છે, બીજી બાજુ કોંગ્રેસ જયપુરના રિસોર્ટના સ્વિમિંગ પુલોમાં ધબુકા મારી રહી છે. રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ દેખાઈ રહ્યો છે. અને હવે કોંગ્રેસના ધારાસભ્યો ન તૂટે તે ડરથી જયપુરથી છત્તીસગઢ જઈ રહ્યા છે. આ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને શોભા દેતું નથી. રૂપાણીએ ભાજપના ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત પર દબાણ મૂકતા જણાવ્યું કે, ભાજપનો કોઈ સભ્ય આઘાપાછા થવાના નથી.
મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો સંકટ અને જરૂરત સમયે ગુજરાતમાં નથી હોતા.. બનાસકાંઠા પૂર સમયે કોંગ્રેસના ધારાસભ્યો બેંગાલુરુમાં સ્વીમિંગ પુલમાં મજા માણતા હતા. અને કોરોના સંકટ સમયે કોંગ્રેસ ધારાસભ્યો જયપુરની હોટલમાં મોજ કરી રહ્યા છે.
મીડિયા સાથેની વાતચીતમાં સીએમ રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. અને મધ્યપ્રદેશ જેવી હાલત કોંગ્રેસની થઈ ગઈ છે. કોંગ્રેસને પોતાના ધારાસભ્યો ઉપર ભરોસો નથી. સાથે તેઓએ કહ્યું હતું કે, અમારી પાસે પૂરતું સંખ્યાબળ છે અને ચારેય તરફથી કોંગ્રેસ તૂટી રહી છે. અને અમને તમામ 182 ધારાસભ્યોનો સાથ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.