રૂપાણી સરકારે કોરોનાની ત્રીજી લહેરને લઈને ઘડ્યો એક્શન પ્લાન- લઇ લીધો મહત્વનો નિર્ણય

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાશે જેમાં તેઓ મોટી જાહેરાત કરી શકે છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે અને ખૂબજ ઝડપથી કંટ્રોલમાં પણ આવી ગઈ છે. ત્યારે ત્રીજી લહેરની શક્યકતાઓ વચ્ચે સરકાર દ્વારા શું તૈયારીઓ કરાઈ છે અને તેને પહોંચી વળવા માટે કયા પગલાં લેવામાં આવશે તેને લગતી જાહેરાત કરી શકે છે. તે ઉપરાંત આરોગ્યલક્ષી જાહેરાત થવાની પણ શક્યકતાઓ સેવાઈ રહી છે. હોસ્પિટલના સ્ટાફ અંગે પણ જાહેરાત થઈ શકે છે.

આરોગ્ય કમિશ્નરે પત્રકાર પરિષદમાં એક્શન પ્લાન રજુ કર્યો

10 મેના રોજ મળેલી સૂચના પ્રમાણે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે

STF પ્રેઝન્ટેશન થયું તેમજ તજજ્ઞોની મદદ લેવામાં આવી

ત્રીજા વેવમાં મ્યૂટેન પર નજર રાખવી

ત્રીજા વેવ માટે ફીડબેક ઇન્ટેલિજન્સ બનાવમાં આવશે

નાના ગામડાઓમાં પણ ધ્યાન આપવામાં આવશે

વેન્ટિલેટર,ડોકટર, નર્સ અને અન્ય સ્ટાફની સંખ્યા કઈ રીતે વધારવી તેનું ધ્યાન રાખવામાં આવશે

બેડની અવેલીબિટી ની માહિતી સેન્ટ્રલ કરવામાં આવે જેથી દર્દીને મદદ પહોંચી શકે

ટેલી મેડિશન માટે વ્યવસ્થા કરવી,હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવી

સૌથી વધુ કેસ આવ્યા એનાથી વધુ આવે તો પણ તૈયારી રાખવી

જે માટે 1800 જેટલી હોસ્પિટલનો સમાવેશ થાય છે તે 2400 કરવો

ICU 15000 બેડ હતા તેમાં વધારો કરવો

પીડિયાટ્રિક વેન્ટિલેટરની સંખ્યા વધારવી

પૂર્વ તૈયારી માટે હોસ્પિટલમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ તૈયાર કરવામાં આવશે

ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ માટે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ અપાશે

દોઢથી બે ગણા સ્ટાફની બીજા વેવમાં જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી કરાશે

રાજ્ય કક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રાખવામાં આવશે

દરેક એમ્બ્યુલન્સ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે

લાઇબ્રેરી અને જીમ 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખી શકાશે
લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે.

IELTS, TOEFLવગેરેની પરીક્ષાઓ યોજી શકાશે
રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS, TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે.

રાજકીય, સામાજિક કાર્યક્રમો 50 વ્યક્તિની મર્યાદામાં થઈ શકશે
​​​​​​​
રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે.

ધાર્મિક સ્થળો પર એક સાથે 50 વ્યક્તિ જ એકઠા થઈ શકશે
​​​​​​​
રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે. પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *