યુક્રેની સૈનિકોના નિર્દોષ બાળકો અને ઘરડા માતા પિતાને મોતને ઘાટ ઉતારી રહી છે રશિયન સેના- અત્યાર સુધીમાં 2,000 માસુમોના મોત

રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) યુક્રેન(Ukraine) પર કબજો કરવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. તેઓ કોઈપણ કિંમતે આ યુદ્ધ જીતવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સ…

રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) યુક્રેન(Ukraine) પર કબજો કરવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. તેઓ કોઈપણ કિંમતે આ યુદ્ધ જીતવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન સેના(Russian army) નિર્દયતાથી વર્તી રહી છે. સ્થિતિ એવી છે કે, પુતિનના સૈનિકો યુક્રેનના સૈનિકો અને પોલીસ(Police) તેમજ તેમના પરિવારજનો અને તેમના નવજાત બાળકોને મારી રહ્યા છે. ત્યારે આજે અમે તમને આવી જ એક ઘટના વિશે માહિતી આપી રહ્યા છીએ.

આ ઉપરાંત અમેરિકા, યુરોપિયન યુનિયન, નાટો અને યુક્રેન જંગના પહેલા દિવસથી જ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, રશિયન સેના સામાન્ય નાગરિકોની પણ હત્યા કરી રહી છે. તેના ઘણા પુરાવા સામે આવ્યા છે. રશિયાએ અત્યારસુધી હંમેશાં એવું જ કહ્યું છે કે, તેમની સેના દ્વારા કોઈ નિર્દોષની હત્યા કરવામાં આવી નથી. જોકે, તેમણે એવું કહ્યું છે કે હુમલામાં અમુક લોકોનાં મોત અજાણતા થયાં છે.

ન્યૂયોર્ક પોસ્ટ દ્વારા અમુક એવા યુક્રેની સૈનિક અને પોલીસ વિશે માહિતી આપવામાં આવી છે, યુદ્ધના જુનૂનમાં જેમના  પરિવારોની હત્યા કરી દેવામાં આવી છે. એમાં એક પરિવાર વિશે પણ માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર, ઓલ્દ ફેદકોની ઉંમર 30 વર્ષ હતી. તે ખર્સેનમાં રહેતો હતો. તેનાં વૃદ્ધ માતા-પિતા, પત્ની અને બાળકો માટે સુરક્ષિત જગ્યાની તપાસ કરવા કારમાં નીકળ્યા હતા.

રશિયન ફોજની ક્રૂરતા વિશે ઓલ્ગના ભાઈ ડેનિસ દ્વારા લોકલ મીડિયાને માહિતી આપવામાં આવી છે. ડેનિસે આ દરમિયાન તેમની માતાને ફોન કર્યો હતો. રશિયન સૈનિકે તેમની કારને રોકીને ઘેરી લીધી હતી. તેમનો ફોન હોલ્ડ પર હતો ત્યારે જ ગોળીઓનો અવાજ આવ્યો.

ડેનિસે કહ્યું કે, મારી માતા રશિયન સૈનિકોને કહેતી હતી કે કારમાં ત્રણ નાનાં બાળકો છે, એક તો નવજાત છે. તમે તેમના જીવ કેવી રીતે લઈ શકો? નવજાત બાળક એ સમયે રડી રહ્યું હતું. ત્યારબાદ મને માત્ર ગોળીઓનો અવાજ સંભળાયો… થોડીવાર પછી એકદમ સન્નાટો છવાઈ ગયો. મને ખ્યાલ આવી ગયો કે કોઈ નથી બચ્યું.

ડેનિસે વધુમાં કહ્યું કે, મારાં વૃદ્ધ માતા-પિતાને પણ મારી નાખ્યાં. ભાભી અને બાળકોને પણ ગોળીઓ મારી દીધી. તેમનો શો વાંક હતો? શું મારો ભાઈ પોલીસ ઓફિસર હતો અને પોતાના દેશમાં લોકોની સુરક્ષા માટે રશિયન સેના સામે લડતો હતો એ તેમનો વાંક હતો? માનવતા મરી ગઈ છે. કલાકે-કલાકે હજારો નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવે છે. ખાસ કરીને એ લોકો, જેમના પોતાના લોકો પોલીસ અથવા ફોર્સમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *