હાલમાં ગુજરાતમાં ચુંટણીનો માહોલ જામ્યો છે. વડોદરા શહેર નજીક આવેલા નંદેસરી ગામમાં રહેતી યુવતી અંજના પરમાર ‘પા’ ફિલ્મના અમિતાભ બચ્ચન જેવી પ્રોજેરિયા બીમારીથી પીડાય છે. પ્રોજેરિયા પીડિત અંજના પરમારે આજે મતદાન કર્યું હતું. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે 2014માં લોકસભાની પેટાચૂંટણી જીત્યા બાદ નંદેસરી ગામમાં રહેતી પ્રોજેરિયા પીડિત અંજના પરમારને દત્તક લીધી હતી. જોકે, દત્તક લીધા બાદ રંજનબેન ભટ્ટે દત્તક લીધેલી દીકરી અંજના પરમારને તરછોડી દીધી હતી.
સંસદ સભ્યએ તરછોડી હોવા છતાં અંજના હિંમત હારી નથી. 6 વર્ષ પહેલાં દીકરીને દત્તક લીધી, ત્યારે રંજનબેન ભટ્ટે અંજનાને 4 જોડી કપડા અને 500 રૂપિયા આપ્યા હતા. પરંતું ત્યારબાદ એક પણ વખત રંજનબેન ભટ્ટ દત્તક દીકરીને મળવા માટે ગયા નથી.
સાંસદે મારી દીકરીને દત્તક લીધી પણ મદદ કરી નથીઃ કોકિલાબેન
અંજનાની માતા કોકિલાબેન પરમારે જણાવ્યું હતું કે, સાંસદ રંજનબેન ભટ્ટે મારી દીકરીને દત્તક લીધી હતી અને સાંસદ દ્વારા કોઇપણ પ્રકારની મદદ કરવામાં આવી નથી. તેઓ માત્ર એક વખત આવ્યા હતા, ફરી ક્યારેય તેઓ દેખાયા નથી.
મે આજે પાંચમી વખત મતદાન કર્યું છે
અંજના પરમારે જણાવ્યું હતું કે, મે આજે પાંચમી વખત મતદાન કર્યું છે અને મને મતદાન કર્યાં પછી સારૂ લાગે છે. દેશની લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન અવશ્ય કરવુ જોઇએ. હું દરેક ચૂંટણીમાં મતદાન કરવા માટે અચૂક જાઉ છું. અને હું રાજ્યના તમામ મતદારોને પોતાનો કિંમતી મત આપવા માટે અપીલ પણ કરૂ છું.
પ્રોજેરિયા પીડિત દીકરીનો પરિવારની હાલત કફોડી છે
વડોદરા શહેર નજીક આવેલા નંદેસરી ગામમાં રહેતી યુવતી અંજના પરમાર ‘પા’ ફિલ્મના અમિતાભ બચ્ચન જેવી પ્રોજેરિયા બીમારીથી પીડાય છે. અંજના માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહે છે. અંજનાના પિતા નંદેસરી GIDCમાં માત્ર 5 હજાર રૂપિયા પગારમાં પરિવારનું ગુજરાન ચલાવે છે. અંજનાના પરિવારની હાલત કફોડી છે. જોકે, સાંસદે અંજનાને દત્તક લીધા પછી દીકરીને યોગ્ય સારવાર અને મદદ મળશે તેવી પરિવારને આશા જાગી હતી, પરંતુ, તેમ છતાં સાંસદે દત્તક દીકરીને મળવા માટે 6 વર્ષમાં ક્યારેય સમય કાઢ્યો નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle