ગુજરાત રાજ્ય સરકાર એક બાજુ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત રાજ્યની વાત કરે છે પણ અવાર નવાર આ પ્રકારનાં બનાવો બહાર આવે છે. ઘણા કોન્ટ્રાક્ટરે રસ્તો અથવા મકાન બનાવવામાં ભ્રષ્ટાચાર કરે છે. તો ઘણા સરકારી અધિકારીઓ નાના-નાના કામ કરવા ભ્રષ્ટાચાર કરતા હોય એવાં બનાવો બહાર આવે છે. તે સમયે આવો જ એક બનાવ માંગરોળ તાલુકામાંથી બહાર આવ્યો છે કે, જ્યાં લોકોએ ગામનાં સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપો લગાવ્યા છે.
ગામનાં લોકોએ સરપંચ વિરુદ્ધ એવાં આરોપો કર્યા છે કે, સરપંચ દ્વારા એકનું એક કામ બેથી ત્રણ વાર દર્શાવીને પૈસા લઇ લીધા છે. આ સિવાય ગામનાં લોકો દ્વારા ફંડ ફાળો કરીને જે કામ કરવામાં આવ્યા હોય તે કામોને પણ સરપંચે તેની ગ્રાન્ટમાંથી કર્યા હોવા અંગેનું બતાવે છે તેમજ પૈસા લઇ લીધા છે. તે સમયે ગામનાં લોકો સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માગણી કરે છે. આ બનાવ માંગરોળ તાલુકાનાં ઢેલાણા ગામનો છે.
એમાં ગામનાં લોકોએ ગ્રામ્ય પંચાયત તેમજ સરપંચ પર પૈસા લઇ લેવાનાં આરોપો લગાવ્યા છે. ગામ લોકોનો આરોપ છે કે, ઢેલાણા ગામમાં સરપંચે એકનાં એક કામોને જુદા જુદા દર્શાવીને નાણાની ઉચાપત કરે છે. ગામનો સરપંચ સરકારે આપેલી ગ્રાન્ટનો બરાબર ઉપયોગ નહીં કરીને ગ્રાન્ટને લોકોનાં હિતમાં વાપરવાનાં બદલે તેનાં અંગત કાર્ય માટે વાપરે છે. ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવાની બાબતેની શરત હતી પણ હાલ સુધી સરપંચનાં લીધે ગામમાં કોમ્યુનિટી હોલ બન્યો નથી.
ગામમાં સરપંચએ હનુમાન મંદિરનો રસ્તો એક વાર બનાવ્યો છે પણ સરપંચ દ્વારા આ રસ્તો 2 થી 3 વાર બનાવવામાં આવ્યો હોવા અંગેનું કાગળ પર દર્શાવીને નાણાની લઇ લીધા છે. તો બીજી બાજુ ઘણા કામો તો સરપંચએ ફક્ત રેકોર્ડ પર દર્શાવ્યા છે. મૂળ સ્થળ પર જઈને જોવામાં આવે તો જાણવા મળે કે, આ કામ થયું જ નથી.
આ સિવાય ગામમાં ધોબીઘાટ બનાવવા માટેનો નિર્ણય કર્યો હતો પણ સરપંચએ ધોબીઘાટ સ્મશાનમાં બનાવ્યો છે. જેનાં લીધે મહિલાઓ સ્મશાનમાં જતાં ડરે છે તેમજ ધોબીઘાટ એવી જ રીતે પડ્યો રહ્યો છે. તેથી લોકોમાં રોષ દેખાયો છે. ગામનાં લોકો દ્વારા સરપંચ વિરુદ્ધ એવો પણ આરોપ કરવામાં આવ્યો છે કે, ગામનાં લોકો દ્વારા મંદિર પર પતરા નાંખવામાં આવ્યા હતા.
પતરા બાબતે પણ ગામનાં લોકોએ ફંડફાળો કર્યો હતો પણ જ્યારે મંદિરમાં પતરા નાંખવા માટેનું કામ પૂરું થયું ત્યાર બાદ સરપંચએ એની ગ્રાન્ટમાંથી પતરા નાખ્યા હોવા અંગેનું દર્શાવ્યું હતું. તો બીજી બાજુ ગામનાં સરપંચએ આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગામનાં લોકો એનાં પર ખોટા-ખોટા આરોપો લગાવી એની રાજકીય કારકિર્દી પુરા કરવા માંગે છે. હવે જોવા અંગેનું એ રહે છે કે, તંત્રએ સરપંચ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરશે છે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle