ભૂલથી પણ ના કરતા આ કામ, નહીરત થઇ જશે તમારી અને પરિવારની જિંદગી બરબાદ- મોદી સરકારે આપી ચેતવણી…

વિશ્વના ઘણા બધા લોકો હેકિંગનો શિકાર બનતા હોય છે. ત્યારે હેકિંગનો એક મોટો મામલો સામે આવ્યો છે. આ વખતે હેકર્સ એડ્રોયડ યૂઝર્સને શિકાર બનાવવા માટે સ્પાઇવેયરનો ઉપયોગ કરી રહ્યા છે. સ્પાઇવેયર એક ખતરનાખ વાઈરસ છે. આ હેકિંગની પાછળ ચાઇનિઝ એપ ડેવલપરનો હાથ બતાવવામાં આવી રહ્યો છે. સાઇબર સિક્યોરિટી રિસર્ચ ટીમે આ એપને સ્પાઇવેયર બતાવતા દાવો કર્યો છે કે, આ વાયરસથી 10 કરોડ એંડ્રોયડ યૂઝર પ્રભાવિત થઇ ચૂક્યા છે.

મીડયા સાથેની વાતચીતમાં VPNProની રિસર્ચ ટીમે જણાવ્યું કે, આ ચીની એપનો ડેવલપર યૂઝર્સ માટે ડિવાઇસમાં ખતરનાક પરમિશન્સની રિક્વેસ્ટ કરે છે. માત્ર આટલુ જ નહી વીપીએન પ્રોની ટીમે એવું પણ કહ્યું કે, આ ચીની ડેવલપરની એપમાં ખતરનાક રિમોટ એક્સેસ ટ્રોઝન પણ સંતાડેલ છે.

મળતી વિગતો અનુસાર, હેકિંગની આ રમતમાં ચીનના એપ ડેવલપર QuVideo Incનું નામ સામે આવી રહ્યુ છે. આ તે જેવલપર છે જેણે પોપ્યૂલર વીડિયો એડિટિંગ એપ VivaVideo બનાવ્યું હતું. ફ્રી હોવાના કારણે આ એપ ખુબ જ પ્રખ્યાત થઇ અને થોડાક જ સમયમાં પ્લે સ્ટોર પર તેના ડાઉનલોડનો આંકડો 10 કરોડની પાર પહોંચી ગયો.

VivaVideo તેવી ખતરનાક ચીની એપમાંની એક છે જેને વર્ષ 2017માં સરકારે સ્પાઇવેયર ગણાવતા પ્રતિબંધ લાદી દીધો હતો. QuVideoના ડેવલપ કરવામાં આવેલ એપ એપલ iOS પર પણ ઉપલબ્ધ છે. જોકે આઇઓએસ પર એપ પરમિશનની બીજી પોલીસીને ફોલો કરવામા આવે છે. આ જ કારણ છે કે, આઇઓએસ પર આ પ્રકારના હેકિંગના હુમલા નથી થતા. આવામાં રિસર્ચર્સે આ પ્રકારના હેકિંગથી યૂઝર્સને સાવધાન રહેવાની સલાહ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *