‘બેટી બચાઓ, બેટી પઢાઓના’ નારા આપનાર ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય પોતાના સમાજના દુષ્કર્મ આરોપીઓનું સમર્થન કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય યુવતીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ કેસના 4 આરોપીઓમાંથી 3 આરોપીઓ પોલીસ રીમાન્ડ પર છે. આ આરોપીઓ ભરવાડ સમાજના હોવાથી ધારાસભ્ય અને બીજેપીના અગ્રણી જેઠા ભરવાડ આરોપી યુવકોના સમર્થનમાં આવ્યા છે. તેમણે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું છે અને કહ્યું છે કે ‘દુષ્કર્મની ઘટના ઘટી જ નથી, પડદા પાછળ કઈક જુદું રંધાયું છે.’
જેઠા ભરવાડે જણાવ્યું,’ ગેંગરેપમાં અસલિયત જૂદી છે. આ સ્ટોરી ખોટી છે અને સરકાર સામે ખોટી મુસીબત ઉભી કરવામાં આવી છે. આ મામલે સુપ્રિમ કોર્ટ, સીબીઆઈ જેની તપાસ કરાવવી હોય કરાવો અને અને અમારા છોકરા ગુનેગારો હોય તો એને જાહેરમાં ગોળી મારી દેવાની કે ફાંસી આપી દે તો પણ વાંધો નથી.’
ગામમાં દરકે સમાજે સાથે રહેવાનું છે તેમ કહેતા જેઠા ભરવાડે જણાવ્યું, ‘ફરિયાદમાં મારી મચોડી ઉભી કરવામાં આવી છે. પાંચ દિવસ પછી લાશ મળી છે. પોલીસ તપાસ કરે અને તટસ્થ તપાસ કરે. મારા મતે આત્મહત્યા જ છે દીકરીનું દુષ્કર્મ કે હત્યા થઈ નથી.’
ઉલ્લેખની છે કે, આ કેસમાં DGP શિવાનંદ ઝાએ એન.કે.રબારીને સસ્પેન્ડ કરી પરિવારને તાકીદે ન્યાય મળે તે માટે તપાસ કરવા સિનિયર અધિકારીઓની SITની રચના કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા પોલીસવડા કચેરીએ CID ક્રાઈમના DIG ગૌતમ પરમારના નેતૃત્વમાં SP વીરેન્દ્ર યાદવ, DySp અશ્વિન પટેલ સહિતની ટીમ પહોંચી હતી. તેમજ અપમૃત્યુ કેસની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.