સામાન્ય રીતે મિત્ર(Friend) કે બહેનપણી એવા હોય કે જેઓ મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન સાથ આપે. પરંતુ, હાલમાં જલાલપોર (Jalalpore)માં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અહીં પોતાની જ બહેનપણીએ યુવતી નહાતી હતી તેનો વિડીઓ(Video) ઉતાર્યો અને ત્યારબાદ વાયરલ કર્યો હતો. આ યુવતી કોઈ કારણોસર તેના પતિથી અલગ રહેતી હતી.
આ યુવતીની એક ખાસ બહેનપણી હતી. બંનેની મિત્રતા ઘણી સારી હતી. પછી એક વખત ઉતાવળમા બહાર જવાનુ થયું ત્યારે બન્ને એક જ બાથરૂમમાં સાથે નહાવા ગઈ હતી. તે દરમિયાન કામિની (નામ બદલ્યું છે) નહાતી હતી ત્યારે રૂપાલી (નામ બદલ્યું છે)એ છુપાઈને કામિનીનો નહાતા સમયનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો. આ બાદ તેણે આ વીડિયો કામિનીના પૂર્વ પ્રેમી મિત્તલ ટંડેલને મોકલ્યો હતો. ત્યાંથી આ વિડીઓ વાયરલ કરી દેવામાં આવ્યો હતો.
આ વાતની જાણ થતા કામિનીએ જલાલપોર પોલીસ મથકમાં તેની બહેનપણી અને તેના પૂર્વ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર, કામિનીનો તેના પતિ સાથે કોઈ કારણોસર વિવાદ થતા તે છેલ્લાં 4 વર્ષથી તેના પિયરમાં રહેતી હતી. આ વિડીઓ રૂપાલી દ્વારા 1 વર્ષ પહેલાં ઉતારવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.