અનિયમિત લાઈફસ્ટાઈલની સૌથી વધારે અને ઝડપથી અસર ત્વચા પર થાય છે. ઘણીવાર યુવતીઓને ફરિયાદ હોય છે તે તેમનો રંગ ગોરો છે પરંતુ ત્વચા નિસ્તેજ છે. ત્વચા પર ગ્લો લાવવા માટે યુવતીઓ પાર્લરમાં જઈ ફેશિયલથી લઈ ક્લિનઅપ સુધીની ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ તેનાથી સુંદરતા પર અસર થતો નથી. પરંતુ શું તમે જાણો છો કે સ્લેપિંગ થેરાપી (Therapy) એટલે થપ્પડથી ચહેરાની સુંદરતા વધે છે ? આ વાત વિચિત્ર જણાશે પરંતુ તે સાચી છે. આ વાત નિષ્ણાંતોએ પણ સ્વીકારી છે.
સ્નાયુઓના આરામ માટે આ થેરાપી ઉપયોગી
અમેરિકાના કેલિફોર્નિયામાં કેટલાક થાઈ મસાજ થેરાપિસ્ટએ આ વાત વિશે ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે શરીરમાં ઊર્જા રેખા હોય છે. આ રેખાઓ ચહેરા પર પણ હોય છે. તેવામાં થપ્પડ મારવાથી સ્નાયૂને આરામ મળે છે અને આ રેખાઓ ખુલી જાય છે. ફેશિયલ એરિયા પર થપ્પડ મારવાથી ચહેરાનો ગ્લો વધે છે અને એનર્જી લેવલ બમણું થઈ જાય છે. આ ટેકનીકનો ઉપયોગ ક્રીમ કે લોશન લગાડતી વખતે કરી શકાય છે. આ સમયે ચહેરાને હળવા હાથે થપથપાવવો અને ઉપરથી નીચે તરફ ક્રીમ લગાવવી. કહેવાય છે કે જેમની ત્વચાનો રંગ શ્યામ હોય છે તેમની ત્વચામાં જે છિદ્રો અને કરચલીયો હોય છે તેને દૂર કરવા તેમજ રક્તસંચાર વધારવા આ થેરાપી કામ લાગે છે.
સ્નાયુઓમાં રક્ત સંચાર વધે છે
આ થેરાપી સ્નાયૂને સક્રિય કરી રક્ત સંચાર વધારે છે તેનાથી ત્વચા કોમળ થાય છે. કોલેજનનું ઉત્પાદન ઉત્તેજિત થવાથી ત્વચા પર ગ્લો આવે છે. જો કે અહીં થપ્પડ મારવી એટલે ગુસ્સામાં નહી. થપ્પડ થેરાપીમાં હળવા હાથ ચહેરાને થપથપાવવામાં આવે છે. કોરિયા અને અમેરિકામાં આ થેરાપી ખૂબ લોકપ્રિય છે. લોકો સ્કીનને સોફ્ટ કરવા અને કરચલીયોને દૂર કરવા માટે આ થેરાપી કરાવે છે. પરંતુ આ થેરાપીમાં ચહેરા પર કેટલું પ્રેશર કરવું તે ખાસ ધ્યાનમાં રાખવું જરુરી છે. જો તમે ત્વચાને સાફ કરવા સ્ક્રબ કરતા હોય કે બ્રશનો ઉપયોગ કરતા હોય તો આ થેરાપી તમારા માટે નુકસાનકારક સાબિત થશે નહીં. જો આ થેરાપીથી ત્વચા લાલ થઈ જાય તો તેને કરવાનું ટાળવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.