અમદાવાદ(ગુજરાત): હાલમાં રાજ્યમાં લુંટ અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. ચાંદખેડા અને બોપલની ધાડ બાદ વાસણામાં જ્વેલર્સમાં લાખોની ચોરી કરી તસ્કરો ફરાર થયાં છે. આ ચોર ટોળકી જ્વેલર્સમાં ફિલ્મી સ્ટાઈલે ચોરી કરી ફરાર થઇ છે. જાણવા મળ્યું છે કે, તસ્કરો એક માણસ માંડ જઈ શકે તેટલું બાકોરુ પાડી જ્વેલર્સ અને વાસણની દુકાનમાં પ્રવેશ કરીને પાંચથી છ કિલો ચાંદી લઇ ફરાર થઈ ગયા હતા.
ફોટામાં દેખાતી દીવાલ પર પડેલ બાકોરામાંથી ચોર તસ્કરો જવેલર્સની દુકાનમાં પ્રવેશી લાખો રૂપિયાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા છે. ઘટનાની વિગત વાર વાત કરીએ તો વાસણાના ગુપ્તાનગર રોડ પર આવેલ ચામુંડા જ્વેલર્સની ઉપરના ભાગે બાકોરું પાડી તસ્કરો દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલ પાંચ થી છ કિલો ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, ચોર તસ્કરો ડીવીઆર પણ ચોરી કરી લઇ ગયા. જોકે, ચોર ટોળકી દ્રારા જ્વેલર્સના શોરૂમના ડિસ્પ્લેમાં રાખેલા દાગીના ચોરી કર્યા છે પણ તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો નથી.
મળતી માહિતી મુજબ, પહેલા તસ્કરો એક વાસણની દુકાનમાં પાછળના ભાગે બાકોરું પાડી પ્રવેશ્યા પણ લાઈટ બંધ હોવાથી કાગળો સળગાવી પ્રકાશ કર્યો અને 1500 રૂપિયા રોકડા ચોરી કર્યા હતા. ત્યારબાદ ત્યાંથી નીકળી પાડોશમાં આવેલા જવેલર્સના ધાબે જઈ ઉપરની છતમાં બાકોરું પાડ્યું પાછળની દીવાલમાં નાનું બાકોંરૂ પાડી અંદર પ્રવેશ કરી ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
જ્વેલર્સમાં થયેલી આ ચોરીના બનાવને લઇને સ્થાનિક પોલીસથી લઇ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધટના સ્થળે પહોચી તપાસ શરૂ કરવામાં આવી છે. પણ પોલીસ અનુમાન લગાવી રહી છે કે, નાનું બાકોરું પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હોવાથી 20 થી 25 વર્ષના ઉંમરના ચોરે આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે.
શહેર પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હોવાના દાવા કરતી હોવાં છતાં પણ શહેરમાં મુખ્ય રોડ પર જ લૂંટ, ચોરી જેવા ગંભીર બનાવો સતત વધી રહ્યાં છે. જેને લઇને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.