તેલના વેપારીને ત્યાં લાખોની ચોરી કરનારા તસ્કરોને મુદ્દામાલ સાથે પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા

સુરત(Surat): જિલ્લાના પલસાણા(Palsana) તાલુકાના ચલથાણ(Chalthan) ગામે આવેલા મધુવન એપાર્ટમેન્ટ (Madhuvan Apartment)માં આવેલી દુકાન નંબર બી/૧૯ ના ગોડાઉનનું તાળું તોડી અંદર પ્રવેશી તેમાં રાખવામાં આવેલ ખાદ્ય…

સુરત(Surat): જિલ્લાના પલસાણા(Palsana) તાલુકાના ચલથાણ(Chalthan) ગામે આવેલા મધુવન એપાર્ટમેન્ટ (Madhuvan Apartment)માં આવેલી દુકાન નંબર બી/૧૯ ના ગોડાઉનનું તાળું તોડી અંદર પ્રવેશી તેમાં રાખવામાં આવેલ ખાદ્ય તેલના તિરૂપતિ કંપનીના પેકેટ તેમજ અવસર ઘી ના પેકેટ મળી કુલ ૩.૧૨ લાખની કિંમતની ચોરી(theft) અંગેની ફરિયાદ કડોદરા જીઆઇડીસી પોલીસ મથકે(Kadodara GIDC Police Station) નોંધાવવામાં આવી હતી. જે અંગેની ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ હરકતમાં આવેલી કડોદરા જીઆઇડીસી પોલીસ દ્વારા તપાસની દિશામાં ચક્રો ગતિમાન તેજ કરવામાં આવ્યા હતા.

જે અંગે હાલમાં જ પોલીસ દ્વારા કડોદરા ખાતેની નીલમ હોટલ પાસેથી સુરતમાં બેગમપુરા ખાતે રહેતા મહંમદ અલ્તાફ અબ્દુલ સત્તાર શેખ (૪૨)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ પૂછપરછ કરતા તેણે ગોડાઉનમાં થયેલી ચોરી અંગેની તેણે કબૂલાત કરી લીધી હતી. પકડાયેલા આરોપી દ્વારા કબૂલાત બાદ અન્ય વ્યક્તિઓની પણ ચોરીમાં સંડોવણી હોવાની વિગત મળતા પોલીસ દ્વારા ચોરીમાં ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ એવા સમીરખાંન શહીદખાંન(૩૫), જગદીશ કિશનલાલ તેલી (૨૬), પ્રેમ રામ સુખરામ ગુજ્જર (૨૪), જશવંત શંકરલાલ કલાલ (૩૪) તેમજ પ્રકાશ ચંદ્ર રામચંદ્ર તેલી (૩૨)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે અંકલેશ્વર ખાતે રહેતા મુન્ના ઉર્ફે દાનીશ નામના આરોપી સહિત અન્ય બીજા બે અજાણ્યાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

કડોદરા જીઆઇડીસી પોલીસે પકડાયેલા આરોપી પૈકીના બે આરોપીઓના ભૂતકાળ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં મહંમદ અબ્દુલ સત્તાર શેખ વિરુદ્ધ નાર્કોટિક્સ એકટની કલમ ૮(સી) ૨૨(બી) ૨૯ હેઠળ ચાલુ વર્ષમાં જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાઇ ચુક્યો છે. જ્યારે સમીર શહીદખાંન દાઉદ ખાંન પઠાણ વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૪ માં ઇ. પી.કો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ તેમજ વર્ષ ૨૦૨૨ માં પશુ ક્રૂરતા અધિનિયમનની કલમ ૬(એ) ૬(બી)૮ (૨) ૮ (૪) મુજબ પલસાણા પોલીસ મથકે ગુના નોંધાઇ ચુક્યા છે.

કડોદરા પોલીસે પકડાયેલા છ આરોપી સહિત તેમણે ગોડાઉન માંથી ચોરેલા તીરૂપતી રિફાઇન્ડ કપાસિયા તેલના ૫ લીટરના જાર ૨૦૦ નંગ, કિંમત રૂપિયા ૧.૬૬ લાખ તેમજ તિરૂપતી કપાસિયા ૧ લીટરના પાઉચ નંગ ૩૩૨ કિંમત રૂપિયા ૧.૧૮ ૫૮૪, તેમજ તિરૂપતી કોટનસીડ ૧૫ કિલોગ્રામના નંગ ૪ ડબ્બા કિંમત રૂપિયા ૧૦૪૮૦ અને અવસર વેજીટેબલ ઘી ૧૫ મિલિગ્રામનો ૧ ડબ્બો કિંમત રૂપિયા ૧૯૫૦ મળી કુલ રૂપિયા ૨.૯૭,૦૧૪ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલા તમામ આરોપી વિરુદ્ધ કડોદરા જીઆઇડીસી પોલીસ દ્વારા ઇ.પી.કો ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *