એકતરફી પ્રેમ તો ઠીક હવે તો એકતરફા મિત્રતા પણ યુવતીએ કર્યો આપઘાત- સમગ્ર ઘટના સાંભળી ચોંકી ઉઠશો

ઈન્દોર (Indore)માં એક વિદ્યાર્થીની (student)એ ફાંસી લગાવીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. તેના મિત્રની ત્રણ મહિના પહેલા અન્ય યુવતી સાથે સગાઈ(engagement) થઈ હતી.…

ઈન્દોર (Indore)માં એક વિદ્યાર્થીની (student)એ ફાંસી લગાવીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. તેના મિત્રની ત્રણ મહિના પહેલા અન્ય યુવતી સાથે સગાઈ(engagement) થઈ હતી. આ બાબતે બુધવારે રાત્રે બંને વચ્ચે મોબાઈલ પર બોલાચાલી થઈ હતી. આ પછી યુવતીએ આ પગલું ભર્યું. આ મામલો બજરંગ નગર (Bajrang Nagar)નો છે. પોલીસે વિદ્યાર્થીનીનો મોબાઈલ જપ્ત કર્યો છે. ચાર દિવસમાં વિદ્યાર્થીનીના આપઘાતનો આ બીજો કિસ્સો છે.

એએસઆઈ એસએસ ગુર્જરના જણાવ્યા મુજબ, જગદીશ નિહારેની પુત્રી મહેક(19)એ ફાંસી લગાવી હતી. બુધવારે રાત્રે 9 વાગ્યે પરિવારે તેને લટકતી હાલતમાં જોઈ હતી. આ પછી પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. મહેક પ્રાઈવેટ ઈન્સ્ટિટ્યૂટમાં નોકરીની સાથે સાથે અભ્યાસ કરતી હતી.

મિત્ર પર આરોપ લગાવ્યા:
મહેકના ભાઈના મિત્ર અજય વર્માએ મહેકના મિત્ર કુલદીપ પર તેને હેરાન કરવાનો તેમજ મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. અજયે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી કુલદીપ અને મહેક વચ્ચે સારી મિત્રતા હતી. ત્રણ મહિના પહેલા કુલદીપની સગાઈ અન્ય યુવતી સાથે થઈ હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. બુધવારે રાત્રે પણ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેના કારણે મહેકે આ પગલું ભર્યું હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *