નાગને મારનાર પરિવાર સાથે નાગણે લીધો બદલો- પહેલા તો મહિલાને અને પછી સાત વર્ષીય બાળકીને ડંખ મારી ઉતર્યા મોતને ઘાટ

તાજેતરમાં દહેગામ તાલુકાના ગલાજીની મુવાડી ખાતે એક વિચિત્ર ઘટના બનવા પામી છે. જેમાં નાગણે ડંખ મારતાં કાકી-ભત્રીજીનાં કરુણ મોત નીપજ્યા હતાં. મળતી માહિતી મુજબ, મૃતકના ઘરની આસપાસ ઘટનાના ત્રણ દિવસ પહેલાં એક નાગ ચઢી આવ્યો હતો. જેને પકડીને મારી નાખવામાં આવ્યો હતો.

આ દરમિયાન કાકી-ભત્રીજીનાં નાગે ડંખ મારવાથી થયેલા મોતને પગલે ગામમાં વાતો શરૂ થઈ ગઈ હતી કે ત્રણ દિવસ પહેલાં મરેલા સાપનો બદલો લેવા નાગણે 2 લોકોનો ભોગ લીધો. હાલ આ ઘટના માત્ર ગલાજીની મુવાડી નહીં. પરંતુ, સમગ્ર દહેગામ પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે, 4 કલાકના અંતરે ઘટેલી ઘટનામાં કાકી અને ભત્રીજી બંનેને સાપે ડાબા પગની આંગળીમાં જ ડંખ માર્યો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટના 10 જૂન ગુરુવારના રોજની છે. જેમાં ગલાજીની મુવાડી ગામે રહેતાં 35 વર્ષીય સુરેખાબેન પ્રહલાદજી સોલંકી સવારે 6 વાગ્યાના અરસામાં ઘરની બાજુમાં લાકડાં ભેગાં કરી રહ્યા હતાં. આ સમયે તેમને ડાબા પગની આંગળીએ નાગણે ડંખ માર્યો હતો.

જેને પગલે પરિવારના સભ્યો સહિતના લોકોએ તેમને તાત્કાલિક દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારના સભ્યો દવાખાના સહિતની દોડાદોડમાં હતા બીજી તરફ ગ્રામજનો દ્વારા સાપની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, નાગણ ક્યાંય દેખાઈ ન હતી.

જાણવા મળ્યું છે કે, મૃતક સુરેખાબેનના જેઠ રણજિતસિંહની 7 વર્ષની દીકરી અનુ ઘર પાસે રમી રહી હતી. આ સમયે ઘરની સીડી પાસે તૂટેલા ભાગમાં બેસી રહેલો નાગણે તેને પણ ડાબા પગની આંગળીએ દંશ માર્યો હતો. તેની તબિયત લથડતાં બાળકીને પણ દવાખાને લઈ જવામાં આવી હતી. પરંતુ, તેને બચાવી શકાઈ ન હત. આ ઉપરાંત એક સાથે બે લોકોનાં મોતને પગલે રોષે ભરાયેલા લોકો દ્વારા નાગને શોધીને મારી નાખવામાં આવ્યો હતો.

જેથી ત્રણ દિવસ પહેલાં મારી નાખવામાં આવેલા નાગનો બદલો લેવા માટે નાગણ આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, મૃતક સૂર્યબેન સોલંકીના પતિ પ્રહલાદજીનું છ મહિના પહેલાં કોઈ બીમારીને કારણે મોત નીપજ્યું હતું. પતિના મોત બાદ તેઓ છૂટક મજૂરી કરીને 12 વર્ષની દીકરી, 8 અને 5 વર્ષના બે દીકરાનું ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન માતાના અચાનક મોતને પગલે ત્રણેય બાળકોએ છ મહિનાના ગાળામાં માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *